ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાતમાં આ વર્ષના અંતે યોજાનાર ચૂંટણીને ધ્યાનરાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી શકે તેમે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી હોવાથી રાજ્યમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે એટલે કે તારીખ 27 અને 28 એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી આવીને અમદાવાદ ખાતે એક ફૂટબ્રીજનું અનાવરણ કરશે તો બીજી તરફ કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવશે ત્યાર બાદ એક સભાને સંબોધન કરશે.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે રાષ્ટ્રીય નેતાની ગુજરાતની મુલાકાત વધી રહી છે ત્યારે હવે વધુ એક વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે અને જુદી જુદી સભા સંબોધન કરશે. આ અગાઉ પણ નરેન્દ્ર મોદીનો અમદાવાદ અને કચ્છનો કાર્યક્રમ હતો પણ ભારે વરસાદના કારણે આ પ્રવાસ રદ કરી દેવાંમાં આવ્યો હતો. હવે નરેન્દ્ર મોદી જયારે બે દિવસના પ્રવાસે ત્યારે કર્મચારીઓ અને તંત્ર પણ કામે લાગી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના કાર્યક્રમમાં અમાવાદમાં ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે તો બીજા દિવસે 28મી એ કચ્છમાં નિર્માણ થયેલા સ્મૃતિવનનું પણ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.