રાજ્યના ડૉક્ટરો આ કારણે હડતાળ પર જશે, 22મીથી બંધ રહેશે ઈમરજન્સી સેવા

રાજ્યના ડૉક્ટરો આ કારણે હડતાળ પર જશે, 22મીથી બંધ રહેશે ઈમરજન્સી સેવા

રાજ્યના ડૉક્ટરો આ કારણે હડતાળ પર જશે, 22મીથી બંધ રહેશે ઈમરજન્સી સેવા

ICU મામલે આપવામાં આવેલા આદેશ બાદ ડૉક્ટરો ફરી એકવાર લડી લેવાના મૂડમાં છે. 22મી જુલાઈથી રાજ્યની ખાનગી હોસ્પીટલના ડૉક્ટરો ઈમરજન્સી અને ઓપીડી સેવાઓ બંધ કરી હડતાળ પર જશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ દરમિયાન દર્દીઓની મૂશ્કેલીઓ વધી શકે છે. ટ્રસ્ટ આધારીત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે મજબૂર બનવું પડશે.ખાનગી હોસ્પિટલોને અમદાવાદમાં ફાયર વિભાગ દ્વારા નવા નિયમો લાગુ કરવા માટે નોટીસ આપવામાં આવી હતી અને આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા સહીતના આદેશ કરાયા છે આ સાથે કડકાઈથી આ જણાવ્યું છે. જેથી આજે જ કેટલાક ડૉક્ટરોનો સૂર આ પ્રકારના નિયમોની વિરુદ્ધ જોવા મળ્યો હતો ત્યારે આ હડતાળનું એલાન 22મી જુલાઈના રોજ કરાયું છે.અમદાવાદમાં અવાર નવાર આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા તમામ આઈસીયુ ગ્રાઉન્ટ ફ્લોર પર સિફ્ટ કરવા માટેનું સૂચન કરતી નોટીસ આપવામાં આવી છે. આ સાથે કાચ પણ કાઢી નાખવા માટે સૂચન નોટીસમાં કરવામાં આવ્યું છે. પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓ કહી રહ્યા છે કે અમે આવું થશે તો પેશન્ટને એડમિટ નહીં કરીએ. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આઈસીયુ એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. આ ઉપરાંત લગાવવામાં આવેલા કાચ કાઢી લેવાનો પણ કોઈ મતલબ નથી જેથી આ પ્રકારે નિયમોમાં ફેરફાર કરવાનું કહેતા ડૉક્ટરો લડી લેવાના મૂડમાં છે.ખાસ કરીને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા નોટિસ મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓની સમજણ પર પણ તબીબો દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. પહેલા ખાનગી હોસ્પિટલને આ આદેશ કરાયો હતો પરંતુ હવે તેમાં સરકારી હોસ્પિટલોને પણ આ આદેશ કરાયો છે. જો કે, લગભગ તમામ હોસ્પિટલોમાં આઈસીયુ ઉપરના ફ્લોર પર જ હોય છે. જેમાં ઘણી હોસ્પિટલો કોમર્શીયલ બિલ્ડીંગોમાં છે જેથી તેમના માટે આ મોટી મુસિબત સાબિત થઈ શકે છે.