નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 5 મીટર દૂર હોવાથી ચોમાસામાં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખૂલ્યા

નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 5 મીટર દૂર હોવાથી ચોમાસામાં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખૂલ્યા

નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 5 મીટર દૂર હોવાથી ચોમાસામાં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખૂલ્યા

નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી 5 મીટર દૂર રહેતા આજે નર્મદા ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે.  ચોમાસામાં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખૂલ્યા છે. જેથી આ ડેમ જોવા માટે સહેલાણીઓ પણ આવી રહ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત ડેમમાંથી છોડાતા આ નજારો જોવા માટે સહેલાણીઓ આવી રહ્યા છે. નર્મદા ડેમના દરવાજાઓ ખોલાતા કેટલાક નર્મદા આસ પાસ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ પણ કરાયા છે.

-10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાશે 
નર્મદા ડેમની સપાટી 133.51 મીટર આસપાસ પહોંચી છે. જેથી ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 5 મીટર જેટલો દૂર હોવાથી ડેમના દરવાજા ખોલવામાં આવશે. બપોરે 12 કલાકે નર્મદા ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર જેટલા ખોલી નર્મદા નદીમાં તબક્કા વાર 10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાશે.

- ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર
નર્મદા ડેમની વાત કરવામાં આવે તો આ ડેમની મહત્તમ સપાટી અત્યારે 138.68 મીટર સપાટી પર છે. જેથી સપાટીથી ડેમનું પાણી વધૂ દૂર ના હોવાથી આજે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની 232208 ક્યુસેક આવક થઈ છે. જેની સામે જાવક માત્ર 49,487 હતી જેથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા