રાજકોટ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે મહિલાઓને બસમાં ફ્રી મુસાફરી

રાજકોટ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે મહિલાઓને બસમાં ફ્રી મુસાફરી

રાજકોટ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે મહિલાઓને બસમાં ફ્રી મુસાફરી

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે RMTS અને BRTSમાં બહેનો માટે ફ્રી મુસાફરી સેવાની સુવિધા આપે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ આ પરંપરા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાળવી રાખી છે. આગામી 11 તારીખે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તે માટે બહેન ભાઈને રાખડી બાંધવા જતી હોય છે તે માટે રાજકોટ મહાનગર પાલિકાએ રાજકોટ સીટી બસ તેમજ બીઆરટીએસના તમામ રૂટની બસ માં આખા દિવસ દરમિયાન ગમે તેટલી વખત મુસાફરી કરશે તો પણ બહેનો માટે નિઃશુલ્ક રહેશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાંથી સામાન્ય માણસ અને નાના માણસોને ઘણો ફાયદો થશે. રાજકોટના મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુસીપીએલ કમિશ્નર અમિત અરોરા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને એક યાદીમાં જણાવ્યું હતું. રાજકોટ સીટીનો વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે અને હાલ રાજકોટમાં 90 સીટી બસો અને 18 ઇલેક્ટ્રિક એ.સી બીઆરટીએસ બસો રાજકોટના લગભગ તમામ વિસ્તારને કવર કરે છે. 

રાજકોટ છેવાડાના વિસ્તાર રાજકોટ શહેરમાં ભળી ગયા છે અને રાજકોટની સીટી બસો છેવાડાના વિસ્તાર સુધી લંબાવી દેવામાં આવી છે ત્યારે આ તહેવારે મહિલાઓને ફ્રી ની મુસાફરીની જાહેરાતથી અનેક મહિલાઓને લાભ મળશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહિલા દિવસે પણ મહિલાઓને સીટી બસો અને બીઆરટીએસ બસોમાં ફ્રી મુસાફરીની સેવા પુરી પાડે છે.