108 મેગાપિક્સલ પ્રાઇમરી લેન્સ સાથે આવશે આ ફોન, 11 ઓગસ્ટે થશે લોન્ચ

108 મેગાપિક્સલ પ્રાઇમરી લેન્સ સાથે આવશે આ ફોન, 11 ઓગસ્ટે થશે લોન્ચ

108 મેગાપિક્સલ પ્રાઇમરી લેન્સ સાથે આવશે આ ફોન, 11 ઓગસ્ટે થશે લોન્ચ

Redmi K50 Extreme Editionના લોન્ચની પુષ્ટિ થઈ છે. Redmi K50 Extreme Edition 11 ઓગસ્ટે ચીનમાં લોન્ચ થશે. Xiaomiએ ચીનની સોશિયલ મીડિયા સાઇટ Weibo દ્વારા આ નવા ફોનના લોન્ચિંગ વિશે માહિતી આપી છે. Redmi K50 Extreme Editionની ડિઝાઇન અને કેટલાક ફીચર્સ પણ લોન્ચ પહેલા જાહેર કરવામાં આવ્યા છે. Redmi K50 Extreme Edition વિશે પુષ્ટિ કરવામાં આવી છે કે, તેમાં Snapdragon 8+ Gen 1 પ્રોસેસર મળશે. આ સિવાય Redmiના આ પોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે મળશે. Redmi K50 Extreme Edition સાથે ત્રણ રિયર કેમેરા ઉપલબ્ધ હશે જેમાં પ્રાથમિક લેન્સ 108 મેગાપિક્સલનો હશે. Redmi K50 Extreme Edition પંચહોલ ડિસ્પ્લે ડિઝાઇન સાથે આવશે.

Redmi K50 Extreme Editionનું લોન્ચિંગ ચીનમાં 11 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 4 કલાકે થશે. થોડા દિવસો પહેલા, એક લીક થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, Redmi K50 Extreme Edition OLED ડિસ્પ્લે સાથે ઓફર કરવામાં આવશે.

આ સિવાય Redmi K50 Extreme Editionમાં 120W ફાસ્ટ ચાર્જિંગ ઉપલબ્ધ થશે. ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા ઉપરાંત બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અને ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો હશે. ફ્રન્ટ પર 20-મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે.

કનેક્ટિવિટી માટે, Redmi K50 Extreme Edition ને Bluetooth v5.2, NFC અને Wi-Fi 6E સાથે 5G સપોર્ટ મળશે. Redmi K50 Pro અને Redmi K50 આ વર્ષે માર્ચમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક ફોનમાં ડાયમેન્સિટી 9000 અને બીજામાં ડાયમન્સિટી 8100 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન સાથે ડોલ્બી વિઝન ડિસ્પ્લે છે.