IRDAI ગ્રાહકોની ફરીયાદ સાંભળવા નવી ફરીયાદ નીવારણ પદ્ધતી કરશે દાખલ

IRDAI ગ્રાહકોની ફરીયાદ સાંભળવા નવી ફરીયાદ નીવારણ પદ્ધતી કરશે દાખલ

IRDAI ગ્રાહકોની ફરીયાદ સાંભળવા નવી ફરીયાદ નીવારણ પદ્ધતી કરશે દાખલ

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) ગ્રાહકોની ફરિયાદો સાંભળવાની અને ઉકેલવાની પ્રક્રિયામાં સુધારો કરવા નવી ફરિયાદ નિવારણ પદ્ધતિ દાખલ કરવા જઈ રહી છે. આ પ્રક્રિયા હેઠળ ગ્રાહકોને તેમની ફરિયાદો પ્રાદેશિક ભાષાઓમાં નોંધાવવાનો વિકલ્પ મળશે. ટૂંક સમયમાં પોલિસીધારકો 13 ભાષાઓમાં વીમા કંપનીઓને ફરિયાદ કરી શકશે. સૂત્રોએ જણાવ્યું કે, આ પહેલ ગ્રાહકો માટે 2011માં રજૂ કરાયેલી સંકલિત ફરિયાદ નિવારણ પ્રણાલીને વધુ અનુકૂળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આ સિસ્ટમનું નામ બદલીને 'બીમા ભરોસા' કરવામાં આવશે. નોંધણીથી લઈને વિવિધ સંસ્થાઓ સામેની ફરિયાદોના નિવારણ સુધીના તમામ પગલાં આ પોર્ટલ પર કરવામાં આવશે. તેનાથી પોલિસીધારકો માટે સરળતા રહેશે.નવી સિસ્ટમ હેઠળ આ રીતે થશે કામનવી ફરિયાદ નિવારણ પદ્ધતિનું નામ હવે 'બીમા ભરોસા' રાખવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું નવું પોર્ટલ ઓનલાઈન ફરિયાદોની નોંધણી અને ટ્રેક કરવાનો એક માર્ગ હશે. તે વીમા કંપનીઓની ફરિયાદોના નિકાલ પર પણ દેખરેખ રાખશે.8 કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 98,234 કરોડનો થયો વધારોગત સપ્તાહે ટોચની 10માંથી 8 કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 98,234 કરોડનો વધારો થયો છે. ઇન્ફોસિસ રૂ. 28,170 કરોડ, TCS રૂ. 23,582 કરોડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 17,048 કરોડ, ICICI બેન્ક રૂ. 13,861 કરોડ વધ્યા હતા. LIC રૂ. 6,008 કરોડ અને બજાજ ફાઇનાન્સ રૂ. 5,709 કરોડ વધ્યું હતું. HDFCનું વેલ્યુએશન ઘટ્યું.28 કંપનીઓ IPO દ્વારા રૂ. 45,000 કરોડ કરશે એકત્રસેબીએ એપ્રિલથી જુલાઈ વચ્ચે 28 કંપનીઓને IPO માટે મંજૂરી આપી છે. આ કંપનીઓ રૂ. 45,000 કરોડ એકત્ર કરશે. તેમાંથી 11 કંપનીઓએ પણ 33 હજાર કરોડથી વધુ એકત્ર કર્યા છે. તેમાંથી લગભગ 21 હજાર કરોડ રૂપિયા એકલા LIC દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા. બાકીની કંપનીઓ હજુ બજારના સુધારાની રાહ જોઈ રહી છે. LICએ રોકાણકારોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં 52 કંપનીઓએ 1.11 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.