બજાજ પલ્સર થયું મોંઘું, ચેતકની કિંમત પણ વધી,

બજાજ પલ્સર થયું મોંઘું, ચેતકની કિંમત પણ વધી,

દેશની સૌથી લોકપ્રિય બાઈકમાંથી એક બજાજ પલ્સર હવે પહેલા કરતા વધુ મોંઘી થઈ ગઈ છે. બજાજ ઓટોએ જુલાઈથી તેના તમામ મોડલની કિંમતોમાં વધારો કર્યો છે. આમાં કંપનીનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Bajaj Chetak પણ સામેલ છે. આવો જાણીએ હવે કોનો રેટ છે...

બજાજ મોડલના ભાવમાં થયો વધારો

જ્યારે નવું ક્વાર્ટર શરૂ થાય છે, ત્યારે સામાન્ય રીતે તમામ ઓટો કંપનીઓ તેમના વ્હીકલના રેટમાં સુધારો કરે છે. બજાજ ઓટોએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર શરૂ થતાંની સાથે જ તેના અલગ-અલગ ટુ-વ્હીલર્સની કિંમતોમાં પણ વધારો કર્યો છે. બજાજના મોટાભાગના મોડલની કિંમતમાં માત્ર એકથી ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

સૌથી સસ્તી બાઇક પર 800થી વધુનો વધારો

બજાજ ઓટોની સૌથી સસ્તી મોટરસાઇકલ પૈકીની એક CT110X હવે 1.29% એટલે કે 845 રૂપિયા વધી છે. પહેલા આ વાહન 65,453 રૂપિયામાં મળતું હતું અને હવે તેની એક્સ-શોરૂમ કિંમત 66,298 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે, બજાજ પ્લેટિના 100 ES ડ્રમ વેરિઅન્ટની કિંમત હવે 65,491 રૂપિયાને બદલે 66,317 રૂપિયા થશે. જ્યારે આ બાઇકના ડિસ્ક બ્રેક વર્ઝનની કિંમત હવે 69,216 રૂપિયા હશે.

પલ્સરના માત્ર બે મોડલના ભાવમાં વધારો નથી થયો

કંપની બજાજ પલ્સર બ્રાન્ડ હેઠળ 125cc થી 250cc સુધીની મોટરસાઇકલ વેચે છે. જો આ તમામ મોડલની વાત કરીએ તો 125ccના માત્ર બે જ મોડલ એવા છે કે જેની કિંમત કંપનીએ પહેલાની જેમ જ રાખી છે. પલ્સર 125 ડ્રમ સિંગલ સીટ અને સ્પ્લિટ સીટ બંનેની કિંમત રૂપિયા 81 હજાર 389 અને 84000 છે. તો પલ્સર 125 ડિસ્ક સિંગલ સીટ અને સ્પ્લિટ સીટની કિંમતમાં 1,101 રૂપિયાનો વધારો થયો છે. પલ્સર NS 125 એ આ સેગમેન્ટની બાઇક્સમાં મેક્સિમમ કિંમત એટલે કે રૂપિયા 1 હજાર 165નો વધારો કર્યો છે.

તેવી જ રીતે બજાજ પલ્સરના અન્ય મોડલની કિંમતો 717 રૂપિયાથી વધીને 1299 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડોમિનાર અને એવેન્જરમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે.

બજાજ ચેતક મોંઘુ

જો બજાજના કોઈપણ વાહનની કિંમતમાં સૌથી વધુ વધારો થયો હોય તો તે તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક છે. જુલાઈમાં તેની કિંમતમાં 12 હજાર 749 રૂપિયાનો વધારો થયો છે. હવે તે 1લાખ 41 લાખને બદલે 1.54 લાખ રૂપિયા થશે. કંપનીનું કહેવું છે કે ખર્ચમાં વધારાને કારણે તેણે તેના મોડલ્સની કિંમતોમાં સુધારો કર્યો છે.