Paytm વાપરનારાઓને ઝટકો, હવે આ સર્વિસ યૂઝ કરવા માટે આપવો પડશે આટલો ચાર્જ, જાણો

Paytm વાપરનારાઓને ઝટકો, હવે આ સર્વિસ યૂઝ કરવા માટે આપવો પડશે આટલો ચાર્જ, જાણો

Paytm વાપરનારાઓને ઝટકો, હવે આ સર્વિસ યૂઝ કરવા માટે આપવો પડશે આટલો ચાર્જ, જાણો

જો તમે પેટીએમના યુઝર્સ છો તો આ ખબર તમારા માટે કામની છે. ડિજીટલ પેમેન્ટ એપ પેટીએમે ક્રેડિટ કાર્ડનુ બિલ  ભરનારાઓને મોટો આપતા પોતાના વૉલેટ બેલેન્સમાંથી બિલ ભરવાનો ચાર્જ મોંઘો કરી દીધો છે. હવે કસ્ટમરને પેટીએમ વૉલેટથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરવા પર વધુ ચાર્જ આપવો પડશે.

હવે કસ્ટમરને આપવો પડશે 1.18% ચાર્જ

પહેલા કસ્ટમરને પેટીએમ વૉલેટ દ્વારા ક્રેડિટ કાર્ડથી બિલ પેમેન્ટ કરવા પર કોઇપણ પ્રકારની ચાર્જ ન હતો આપવો પડતો, પરંતુ હવે કંપનીના નિયમોમાં ફેરપાર બાદ હવે કસ્ટમરને 10,000 રૂપિયાતી વધુના ક્રેડિટ કાર્ડ બિલ પર 1.18% ચાર્જ આપવો પડશે. આ ચાર્જ ક્રેડિટ કાર્ડના બિલ પેટીએમ વૉલેટ કરવા પર આપવો પડશે. હવે કસ્ટમરને 10,000 રૂપિયા પર 10,118 રૂપિયા ચૂકવવા પડશે.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે મળે છે અનેક ઓપ્શન

ઉલ્લેખનીય છે કે, કસ્ટમર્સની સુવિધા માટે પેટીએમ કેટલાય પ્રકારના ક્રેડિટા કાર્ડ બિલ પેમેન્ટજ ઓપ્શનને મંજૂરી આપે છે. આમાં યુપીઆઇ, પેટીએમ બેન્ક, ડેબિટ કાર્ડ, પેટીએમ વૉલેટ બેલેન્સ અને નેટ બેન્કિંગના ઓપ્શન સામેલ છે. આની સાથે જ ખાસ વાત છે કે જો તમે તમારુ ક્રેડિટ કાર્ડના બિલનું પેમેન્ટ પેટીએમ બેન્ક, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઇથી કરો છો, તો તમારે એક્સ્ટ્રા ચાર્જ નથી આપવો પડતો, પરંતુ પેટીએમ વૉલેટથી બિલ પેમેન્ટ કરવા પર તમારે 1.18% ચાર્જ આપવો પડશે.

Paytm એપથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરવાની રીત -

આ માટે સૌથી પહેલા તમે પેટીએમ એપ ઓપન કરો.

આગળ તમે Recharge and Bill Payment ઓપ્શન પર ક્લિક કરીને Credit Card Payment પર ક્લિક કરો.

આગળ તમારે ક્રેડિટાનુ બિલ પેમેન્ટ કરવા માટે Pay Bill For New Credit Card ઓપ્શન દેખાશે.

પછી તમારી પાસેથી ક્રેડિટ કાર્ડ નંબરની માંગ કરવામાં આવશે. આને ફિલ કરીને Proceed ઓપ્શન પર ક્લિક કરો.

આ પછી તમારા પેમેન્ટ ઓપ્શનને સિલેક્ટ કરીને બિલ પે કરી દો.