૧૪ર વખત મહાત્માં ગાંધીજી તેમજ ર૪૦ જેટલા ઇન્ટરનેશન રેકોર્ડ હાંસલ કર્યો

૧૪ર વખત મહાત્માં ગાંધીજી તેમજ ર૪૦ જેટલા ઇન્ટરનેકશન રેકોર્ડ હાંસલ કર્યો

૧૪ર વખત મહાત્માં ગાંધીજી તેમજ ર૪૦ જેટલા ઇન્ટરનેશન રેકોર્ડ હાંસલ કર્યો
રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં ગોલ્ડન ગાંધી તરીકે ઓળખ ઉભી કરનાર જયેશ હગળાજીયાએ વર્લ્ડમાં ૪થું સ્થાન પ્રાપ્ત કર્યો છે. ૧૭માં ક્રમેથી ચોથા ક્રમે પહોંચી પોરબંદરનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે. 
ભારત સરકારના પુરાતત્વ ખાતા આયોજીત રાજકોટ મંડળ તથા જૂનાગઢ પુરાતત્વ ખાતા તરફથી આયોજીત ૧પમી ઓગસ્ટ અશોકના શિલાલેખ ગિરનાર તળેટી જૂનાગઢ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ જયેશભાઇ હગળાજીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જયેશભાઇ હગળાજીયા જેઓએ ૧૪ર વખત મહાત્મા ગાંધીજી બન્યા છે તેમજ ર૪૦ જેટલા ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મેળવેલ છે. આ ઉપરાંત એશિયામાં સૌથી વધારે રેકોર્ડ બનાવનારન અને વર્લ્ડ રેકોર્ડ જીતનાર વ્યક્તિ તરીકે પ્રથમ નંબરે કહ્યાં છે. તેમજ વિશ્વમાં ૩.પ કરોડ રેકોર્ડ હોલ્ડરમાંથી ૩૦ જાન્યુઆરી ર૦રરના રોજ ૧૭માં ક્રમે રહ્યાં હતા. તો હવે તેઓનો ક્રમ ૧૭માંથી ૪થા સ્થાન ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત રજી ઓક્ટોબર ર૦રરના રોજ મહારાષ્ટ્ર ગર્વમેન્ટ તરફથી મહાત્માં ગાંધીજી રત્ન એવોર્ડમાં સિલેકશન થયા છે. તેમજ ૧૩ ઓગસ્ટ ર૦રરના રોજ સરકાર દ્વારા આયોજીત તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીની સાથે ગોલ્ડન ગાંધી બનીને તિરંગા યાત્રામાં સાથે જોડાયા હતા.