અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ રાજકોટના પ્રવાસે , સોમનાથ દાદાના દર્શન કરશે

અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ રાજકોટના પ્રવાસે , સોમનાથ દાદાના દર્શન કરશે

અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ રાજકોટના પ્રવાસે , સોમનાથ દાદાના દર્શન કરશે

આ જ સપ્તાહ મોદી અને આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવશે . દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ આવશે . રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ સાંજે સોમનાથ થી રાજકોટ પરત ફરશે . રાજકોટમાં તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ટાઉન હોલમાં બેઠક કરશે . બેઠકમાં તેઓ ઝ્ સહિતના પ્રશ્નો અંગે વેપારીઓ સાથે ચર્ચા કરશે . આવતીકાલે બપોરના ૧૨ વાગ્યે ટાઉન હોલ ખાતે આ બેઠક યોજાશે . વેપારીઓ સાથેની આ બેઠકમાં ચૂંટણી ઢંઢેરાને લઈને કેજરીવાલ મોટી જાહેરાત કરશે . બીજી બાજુ ખુદ વડાપ્રધાન મોદી પણ તારીખ ૨૮-૨૯ જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે . જેમાં તેઓ કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે . ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે . ઉલ્લેખનીય છે કે , વડાપ્રધાન મોદી ૧૫ જુલાઈથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના હતા . પરંતુ ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો . વડાપ્રધાન મોદીના ગાંધીનગરના કાર્યક્રમની જો વિગતવાર વાત કરીએ તો , તેઓ ગીફટ સિટીની પણ મુલાકાત લેશે . ગાંધીનગરમાં તેઓ બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેશે . આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જિલ્લાના સાબરકાંઠા હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાશે . હિંમતનગરમાં તેઓ સાબર ડેરીના કાર્યક્રમમાં હાજર રહેવાના છે . એટલે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ ઉત્તર ગુજરાત વધારે હોઇ શકે છે .