આ ઈલેક્ટ્રોનીક ઉપકરણો માટે મળશે એક જ ચાર્જર, ઈ-વેસ્ટમાં થશે ઘટાડો

આ ઈલેક્ટ્રોનીક ઉપકરણો માટે મળશે એક જ ચાર્જર, ઈ-વેસ્ટમાં થશે ઘટાડો

આ ઈલેક્ટ્રોનીક ઉપકરણો માટે મળશે એક જ ચાર્જર, ઈ-વેસ્ટમાં થશે ઘટાડો

આગામી દિવસોમાં તમને સ્માર્ટફોન, ટેબલેટ સહિત તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે એક જ ચાર્જર મળશે. ઉપભોક્તા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મંત્રાલયે આ માટે 17 ઓગસ્ટે ઉદ્યોગોની બેઠક બોલાવી છે. તે ચર્ચા કરશે કે, તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે સિંગલ ચાર્જર લાગુ કરવામાં શું સમસ્યા હોઈ શકે છે. અધિકારીએ કહ્યું કે, આ બેઠકમાં મોબાઈલ ઉત્પાદકો અને અન્ય સંસ્થાઓને બોલાવવામાં આવી છે.

વધુ ચાર્જરની સમસ્યા થશે સમાપ્ત

અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ગોઠવાયેલા ઘણા ચાર્જરને દૂર કરવાની યોજના છે. આ ઉપરાંત તેનાથી ઈ-વેસ્ટમાં પણ ઘટાડો થશે. તાજેતરમાં, યુરોપિયન યુનિયન દ્વારા 2024 સુધીમાં નાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે યુએસબી-સી પોર્ટ અપનાવવા માટેના નિયમ માટે હાકલ કરવામાં આવી છે. અમેરિકામાં પણ આવી જ યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

બદલાવ પર આપવું પડશે જોર 

અધિકારીએ કહ્યું કે, યુરોપ અને અમેરિકાની કંપનીઓ આવી સેવા આપી શકે છે, તો પછી તેઓ ભારતમાં કેમ નથી કરી શકતી? સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા પોર્ટેબલ ઉપકરણોમાં માત્ર સામાન્ય ચાર્જર હોવું જોઈએ. અધિકારીએ કહ્યું કે, જો ભારત આ ફેરફારનો આગ્રહ નહીં રાખે તો આવા ઉત્પાદનોને અહીં ડમ્પ કરી શકાય છે. હાલમાં, ગ્રાહકોને આ કારણે જ્યારે પણ તેઓ નવું ઉપકરણ ખરીદે છે ત્યારે તેમને અલગથી નવું ચાર્જર ખરીદવું પડે છે.