આવી રહી છે નવી અલ્ટો, ગ્રિલ, હેડલેમ્પ, બમ્પર... બધું જ નવા લૂકમાં, મારુતિ આ દિવસે કરી શકે છે લોન્ચ

આવી રહી છે નવી અલ્ટો, ગ્રિલ, હેડલેમ્પ, બમ્પર... બધું જ નવા લૂકમાં, મારુતિ આ દિવસે કરી શકે છે લોન્ચ

આવી રહી છે નવી અલ્ટો, ગ્રિલ, હેડલેમ્પ, બમ્પર... બધું જ નવા લૂકમાં, મારુતિ આ દિવસે કરી શકે છે લોન્ચ

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ નવી જનરેશનની અલ્ટોને બજારમાં લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. અહેવાલ છે કે કંપની આગામી મહિને નવી અલ્ટો લોન્ચ કરી શકે છે. એન્ટ્રી લેવલની હેચબેક કાર અલ્ટો એ મારુતિની સૌથી વધુ વેચાતી કાર છે. ઓગસ્ટમાં જ કંપની પોતાની નવી કોમ્પેક્ટ SUV ગ્રાન્ડ વિટારાની કિંમતો જાહેર કરવા જઈ રહી છે.મારુતિ સુઝુકી આ દિવસોમાં ફેસલિફ્ટેડ Ertiga અને XL6 ના રૂપમાં તેની લોકલ સીરીઝને મજબૂત કરી રહી છે. કંપનીએ પહેલાથી જ અપડેટેડ Baleno, New Brezza અને New-generation Celerioને માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. હવે તે અલ્ટોને નવી રીતે રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

નેક્સ્ટ જનરેશન અલ્ટો 2022 મારુતિ સુઝુકીના લાઇટ વેઇટના HEARTECT પ્લેટફોર્મ પર ડેવલપ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર S-Presso, Wagon R અને Celerio જેવી પોપ્યુલર હેચબેક કાર બનાવવામાં આવી છે. અલ્ટોનું નવું મોડલ જૂના કરતાં મોટું હશે અને તેમાં વધુ જગ્યા પણ મળશે.

અહેવાલો અનુસાર નવી અલ્ટોની ડિઝાઇન નવી Celerio જેવી જ દેખાઈ શકે છે. નવી અલ્ટોના ઇન્ટરનલ પાર્ટમાં અપડેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ પણ મળી શકે છે. જો કે તેના અલગ વેરિએન્ટમાં અલગ અલગ હોઈ શકે છે.

કંપની નવી અલ્ટોને 18 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે. તેના ફ્રન્ટમાં મોટી ગ્રિલ, નવા હેડલેમ્પ અને બમ્પર મળશે. નવી અલ્ટોમાં વધુ સારી ટેલલાઇટ્સની સાથે, ખાસ રિયર પ્રોફાઇલ અને નવી રૂફલાઇન પણ જોઈ શકાય છે.

નવી અલ્ટોમાં લેટેસ્ટ ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં નવા ડેશબોર્ડ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સપોર્ટ, કીલેસ એન્ટ્રી, પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ બટન સહિત અનેક શાનદાર ફીચર્સ મળશે. આ તમામ ફીચર્સ હાલની અલ્ટોમાં દેખાતા નથી.

નવી અલ્ટોના એન્જિનની વાત કરીએ તો તેમાં 796cc 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન તેમજ 1.0 લિટર K10C ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન મળશે. નવી અલ્ટો મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને ઓપ્શન સાથે લોન્ચ કરાશે.