બગદાણા ધામ નો ઈતિહાસ

બગદાણા ધામ નો ઈતિહાસ

બગદાણા ધામ
ભાવનગર થી ૭૮ કિલોમીટર

બજરંગદાસ બાપા,
૧૯૪૧ માં બગદાણા આવકરી 
૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી
૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું
૧૯૬૦ માં ભુદાન હવન કર્યો
૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ           વખતે લશ્કરને આર્થિક મદદ કરી
૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને આર્થિક મદદ કરી
૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને ખૂબજ મોટી મદદ કરી

સંતભૂમી સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ,,
બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ.

 ---- બાપા નું નામ બજરંગદાસ કેવી રીતે પડ્યું? ----

૧૯૦૬ નું વર્ષ હતું. ભાવનગરના અધેવાડા ગામમાં હિરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતાં અને રસ્તામાં તેને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું. આજુબાજુની બહેનો મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડીમાં લઇ ગયા અને મંદિરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળક નો જન્મ થયો અને તે બાળકનું નામ રખાયું " ભક્તિરામ ".

નાનપણથી જ ભક્તિરામ નાં મનમાં