આ કારણે તમારા શરીરમાં થાય છે કેલ્શિયમની ઉણપ, ખાસ જાણી લો, નહિં તો

આ કારણે તમારા શરીરમાં થાય છે કેલ્શિયમની ઉણપ, ખાસ જાણી લો, નહિં તો

આ કારણે તમારા શરીરમાં થાય છે કેલ્શિયમની ઉણપ, ખાસ જાણી લો, નહિં તો

શરીર એક એવું છે જેની પર તમે પૂરતું ધ્યાન આપતા નથી તો અનેક ઘણી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે ડાયટ કરો છો તો તમારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ડાયટમાં તમે કેલ્શિયમનું પ્રમાણ ઘટાડી દો છો તો અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થવા લાગે છે. બધા લોકો જાણે છે કે આપણાં હાડકાને 70 ટકા ભાગ કેલ્શિયમ ફોસ્ફટથી બનેલો છે આ માટે ડાયટમાં કેલ્શિયમ લેવું ખૂબ જરૂરી છે. કેલ્શિયમની ઉણપ 30 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં વધારે જોવા મળે છે. કેલ્શિયમની ઉણપ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વાર 30 વર્ષની ઉંમર પહેલા પણ કેલ્શિયમની ઉણપ મહિલાઓમાં જોવા મળતી હોય છે જેની પાછળ ખાવાપીવાની આદત, પિરીયડ્સ, પ્રેગનન્સી જેવા અનેક કારણો જવાબદાર હોય છે. કેલ્શિયમની ઉણપને કારણે ઢીંચણમાં દુખાવો, હાઇપોકેલ્શિયમિયા, સાંધાનો દુખાવા જેવી અનેક સમસ્યાઓની ઝપેટમાં જલદી આવો છો.

જ્યારે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય ત્યારે...

સ્વભાવ ચિડીયો થઇ જવો

થાક લાગવો

નાની-નાની વાતો ભૂલી જવી, કેલ્શિયમની ઉણપની સૌથી મોટી અસર મગજ પર પડે છે.

હાથ-પગ સુન્ન થવા લાગે છે.

માંશપેશિઓમાં અક્કડતા આવે છે.

સાંધાના દુખાવા થવા.

નખ પર સફેદ નિશાન થવા

વાળ ખરવાય

વારંવાર મિસકેરેજ થવું

આ કારણે શરીરમાં થાય છે કેલ્શિયમની ઉણપ

હેલ્ધી આહાર ખાવાની જગ્યાએ તમે જંકફૂડ, ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફુડ ખાઓ છો.

શરીરમાં વિટામીન ડીની ઉણપ હોય તો કેલ્શિયમ શરીરમાં ટકતુ નથી.

પિરીયડ્સમાં વધુ પ્રમાણમાં ફ્લો આવવો.

સ્તનપાન કરાવતી માતા.

પ્રેગનન્સીને કારણે પણ કેલ્શિયમની ઉણપ થાય છે.

મેનોપોઝ દરમિયાન એસ્ટ્રોજન હોર્મોન્સ ઓછા થવાને કારણે કેલ્શિયમની ઉણપ થઇ શકે છે.

આ માટે તમે એવો ખોરાક ખાઓ જેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય. કેલ્શિયમની ઉણપને પૂરી કરવી ખૂબ જરૂરી છે. આમ, જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે તો તરત જ ડોક્ટરને બતાવો અને આ પાછળની ટ્રિટમેન્ટ કરો.