દરિયાઈ ભરતી સાથે તણાઈને આવેલ પ્લાસ્ટિકનો કચરો જોઈ પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત

દરિયાઈ ભરતી સાથે તણાઈને આવેલ પ્લાસ્ટિકનો કચરો જોઈ પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત

દરિયાઈ ભરતી સાથે તણાઈને આવેલ પ્લાસ્ટિકનો કચરો જોઈ પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત

ભારત સરકાર દ્વારા પર્યાવરણના હિત માટે જાહેર આરોગ્યના હિત માટે અને પગલાં લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. વધતા જતા પ્લાસ્ટિકના વપરાશના કારણે પર્યાવરણ ઉપર માઠી અસર થઈ રહી છે. દર વર્ષે ચોમાસાની ઋતુના શરૂઆતમાં વરસાદી રેલમાં નદી કોતરો થઈ અને ગામ શહેરોનો કચરો દરિયાની અંદર પ્રવેશતો હોય છે જેમાં પ્લાસ્ટિકનો કચરો દરિયા કિનારે ભરતી સાથે આવતો હોય છે જે કેટલાક વર્ષોથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમરગામ તાલુકાના નારગોલ, ઉમરગામ, મરોલી, જેવા વિસ્તારના દરિયા કિનારે જોવા મળતો હોય છે જે આ વર્ષે પણ પ્લાસ્ટિકનો કચરો નારગોલ, ઉમરગામ, તડગામ, સરોડા, મરોલી સહિત અનેક ગામોના દરિયા કિનારે ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા ભારે વરસાદની રેલ બાદ બે દિવસથી ખૂબ જ મોટા પ્રમાણમાં દરિયાઈ ભરતી સાથે આવી પડેલો પ્લાસ્ટિકના કચરાથી સમગ્ર દરિયા કિનારોનું દ્રશ્ય કદરૂપું બની ચૂક્યું છે. કચરો જોઈ પર્યાવરણ પ્રેમીમાં ચિંતા જોવા મળી રહી છે. દરિયા કિનારે આવેલ કચરો ફરી દરિયાની રેતીમાં દંડાઈ જાય દટાઈ જાય તે પહેલા કચરાનું સફાઈ જરૂરી બન્યું છે જે કામગીરી માટે સ્વેચ્છિક સેવાકીય સંસ્થાઓ સામે આવી સ્વચ્છતા અભિયાનની કામગીરી કરે તે જરૂરી બન્યું છે.