કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કરેલા લઘુમતિના નિવેદન મામલે ગૃહમંત્રીએ આપી આ પ્રતિક્રીયા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કરેલા લઘુમતિના નિવેદન મામલે ગૃહમંત્રીએ આપી આ પ્રતિક્રીયા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કરેલા લઘુમતિના નિવેદન મામલે ગૃહમંત્રીએ આપી આ પ્રતિક્રીયા

જગદિશ ઠાકોરના માઈનોરીટી મામલે કરાયેલા એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ત્યારે બીજેપીના કેટલાક નેતાઓના પ્રતિભાવો આ મામલે સામે આવ્યા હતા. હર્ષ સંઘવીએ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, ભાજપ દરેક સમાજને સાથે રાખીને ચાલે છે. કોંગ્રેસ ચૂંટણી ટાણે સમાજના નામે રાજનીત કરી રહી છે. ગુજરાત અને ગુજરાત સરકાર તમામ ક્ષેત્ર અને તમામ સમાજના લોકોને આગળ લઈને ચાલવાની વિચારધારા સાથે આગળ વધી રહી છે. ચૂંટણી નજીક આવે ત્યારે આ માનસિકતા આ પાર્ટીઓમાં જોઈ છે.સમાજના લોકોને છુટા કેમ પાડવા સમાજના નામે રાજનિતી કેમ કરવી, આ જૂની પદ્ધતી છે. ગુજરાતના નાગરીકોએ છેલ્લા 20 વર્ષથી બીજેપી સાથે રહીને ટીમ ગુજરાત તરીકે કામ કરીને ગુજરાતને દેશમાં નંબર વન બનાવ્યું તે માટે ગુજરાતના સૈૌ સમાજ નાગરીકોને બે હાથ જોડીને વંદન કરું છું.આજે લઘુમતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર પહેલો હક્ક લઘુમતિઓનો છે. આ નિવેદનથી નુકશાન થશે પરંતુ વિચારધારા કોંગ્રેસ નહીં છોડો આજે પણ કોંગ્રેસ આ વિચારધારાથી જોડાયેલી છે તેમ તેમણે કહ્યું હતું. આ નિવેદનથી એક હજાર વખત નુકશાન થાય તો પણ કોઈ વિચારધારામાં કોમ્પ્રોમાઈઝ કરવામાં નહીં આવે તેવું તેમણે સંબોધનમાં જણાવ્યું હતું. આ સાથે હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, જગદિશ ઠાકોર પ્રદેશ અધ્યક્ષ છે. ગુજરાતના નાગરીકોને કોંગ્રેસની વિચારધારા શું છે એ સમજાવવા બદલ, કઈ દિશામાં કોંગ્રેસ કામ કરે છે એ બદલ હું તેમનો આભાર માનું છું. તેવું તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રીયા આપતા જગદિશ ઠાકોરને ધ્યાનમાં રાખીને કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ચૂંટણીઓ આવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ બીજેપી સક્રીય થઈ છે ત્યારે કોંગ્રેસ માટે આ વખતે ચિંતા એઆઈએમએમ પણ વધારી શકે છે કેમ કે, લઘુમતી બેઠકો પર ચૂંટણી લડતા કોંગ્રેસ માટે ચિંતા વધી શકે છે.