રૂપિયા કમાવવા થઈ જાઓ તૈયાર! રતન ટાટાની કંપની ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સનો આવી રહ્યો છે IPO

જો તમે IPO દ્વારા રૂપિયા કમાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ટાટા ગ્રૂપની વધુ એક કંપનીનો IPO આવી રહ્યો છે. આ કંપની ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સાથે જોડાયેલી છે અને તેનું નામ ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ એટલે કે TACO છે.

રૂપિયા કમાવવા થઈ જાઓ તૈયાર! રતન ટાટાની કંપની ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સનો આવી રહ્યો છે IPO

જો તમે IPO દ્વારા રૂપિયા કમાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ટાટા ગ્રૂપની વધુ એક કંપનીનો IPO આવી રહ્યો છે. આ કંપની ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સાથે જોડાયેલી છે અને તેનું નામ ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ એટલે કે TACO છે.મનીકંટ્રોલના સમાચાર મૂજબ ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સને લિસ્ટ કરવા માટે વાતચીત શરૂ કરવામાં આવી છે. તેની ઔપચારિક પ્રક્રિયા આ વર્ષના અંતમાં શરૂ થવાની શક્યતા છે. આ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. ટાટા ગૃપની સંસ્થાઓ આ કંપનીમાં હિસ્સો વેચવાનો પ્લાન બનાવી રહી છે.શેરબજારની સ્થિતિ હવે સારી છે અને TACO કંપની તરીકે ઘણી લાંબી મજલ કાપી ચૂકી છે. આ વખતે IPO સફળ થશે તે નિશ્ચિત છે. એવું પણ બની શકે છે કે ગૃપ IPO પહેલાં રોકાણકારને લાવવા માંગે છે. આ પહેલા ટાટા ટેક્નોલોજીના કેસમાં પણ આવું જ થયું હતું.ટાટા ટેક્નોલોજીસના IPO પહેલા ટાટા મોટર્સે તેના હિસ્સાનો એક ભાગ વૈશ્વિક ખાનગી ઇક્વિટી ફંડ TPG ગ્રુપને આપ્યો હતો. જો કે ટાટા ગ્રુપના નવા આઈપીઓ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. TACO સંપૂર્ણ રીતે ટાટા ગૃપની સંસ્થાઓની માલિકીની છે અને તેનો સીધો હિસ્સો ટાટા સન્સ પાસે છે. ટાટા સન્સ 21 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો ટાટા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે છે.TACO ની સ્થાપના વર્ષ 1995 માં કરવામાં આવી હતી. વર્ષ 2011 માં ટાટા ગ્રુપે કંપની માટે 750 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે કંપનીને SEBI ની મંજૂરી પણ મળી હતી. TACO ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગમાં અગ્રણી કંપનીમાંની એક છે. તે પ્લાસ્ટિક અને કમ્પોઝીટ, રેડિયેટર, એક્ઝોસ્ટ સિસ્ટમ, બેટરી, સ્ટેમ્પિંગ, સસ્પેન્શન, સીટીંગ, મિરર એસેમ્બલી, EV પાવરટ્રેન, EV બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જેવા ઘટકોમાં હાજર છે.

મનીકંટ્રોલના સમાચાર મૂજબ ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સને લિસ્ટ કરવા માટે વાતચીત શરૂ કરવામાં આવી છે. તેની ઔપચારિક પ્રક્રિયા આ વર્ષના અંતમાં શરૂ થવાની શક્યતા છે. આ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. ટાટા ગૃપની સંસ્થાઓ આ કંપનીમાં હિસ્સો વેચવાનો પ્લાન બનાવી રહી છે.

શેરબજારની સ્થિતિ હવે સારી છે અને TACO કંપની તરીકે ઘણી લાંબી મજલ કાપી ચૂકી છે. આ વખતે IPO સફળ થશે તે નિશ્ચિત છે. એવું પણ બની શકે છે કે ગૃપ IPO પહેલાં રોકાણકારને લાવવા માંગે છે. આ પહેલા ટાટા ટેક્નોલોજીના કેસમાં પણ આવું જ થયું હતું.

ટાટા ટેક્નોલોજીસના IPO પહેલા ટાટા મોટર્સે તેના હિસ્સાનો એક ભાગ વૈશ્વિક ખાનગી ઇક્વિટી ફંડ TPG ગ્રુપને આપ્યો હતો. જો કે ટાટા ગ્રુપના નવા આઈપીઓ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. TACO સંપૂર્ણ રીતે ટાટા ગૃપની સંસ્થાઓની માલિકીની છે અને તેનો સીધો હિસ્સો ટાટા સન્સ પાસે છે. ટાટા સન્સ 21 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો ટાટા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે છે.

TACO ની સ્થાપના વર્ષ 1995 માં કરવામાં આવી હતી. વર્ષ 2011 માં ટાટા ગ્રુપે કંપની માટે 750 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે કંપનીને SEBI ની મંજૂરી પણ મળી હતી. TACO ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગમાં અગ્રણી કંપનીમાંની એક છે. તે પ્લાસ્ટિક અને કમ્પોઝીટ, રેડિયેટર, એક્ઝોસ્ટ સિસ્ટમ, બેટરી, સ્ટેમ્પિંગ, સસ્પેન્શન, સીટીંગ, મિરર એસેમ્બલી, EV પાવરટ્રેન, EV બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જેવા ઘટકોમાં હાજર છે.