ભારે વરસાદની કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી

ભારે વરસાદની કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી

રાજ્યમાં ભારે વરસાદ સહિતની સ્થિતિ હોય તંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જિલ્લામાં વરસાદને કારણે કોઇ પણ પ્રતિકુળ પરિસ્થિતિ સર્જાય તો તંત્ર તુરત તેનો પ્રતિઉત્તર આપવા સાબદું રહેવું જોઇએ. વરસાદને કારણે થયેલા નુકશાન સામે તુરત રાહત કામગીરી તેમજ નાગરિકોને થયેલા નુકશાનનું તુરત ચુકવણા કરવા તેમણે જણાવ્યું હતું. કલેક્ટર એ ઉમેર્યું કે, વરસાદને કારણે રોડ-રસ્તાના નુકશાનનું તુરત સમારકામ કરવાનું રહેશે તેમજ રસ્તા ઉપર વૃક્ષો વગેરે પડી ગયા હોય તેનો તાત્કાલિક હટાવી લેવાની કામગીરી હાથ ધરવાની રહેશે. વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ માથું ન ઉપાડે તે માટે સ્વચ્છતા તેમજ ફોગિંગ વગેરેની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવા તેમણે જણાવ્યું હતું.બેઠકમાં જે અધિકારી ઓ, કર્મચારીઓના કોવીડ પ્રિકોઝન ડોઝ લેવાના બાકી હોય તેઓ સત્વરે લઇ લેવા જણાવાયું હતું. તદ્દઉપરાંત બેઠકમાં જિલ્લામાં આગામી યોજાનારી બોર્ડની પૂરક પરીક્ષાઓ તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ, ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમના આયોજન બાબતે ચર્ચા થઇ હતી.કલેક્ટર એ નાગરિક અધિકાર પત્ર અંતર્ગત મળેલી અરજીઓ તેમજ પડતર તુમારનો ઝડપભેર નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા.