ચેતી જજો - પ્રી ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન પાઇલોટ્સ નશામાં હોવાના 6 મહિનામાં આટલા મામલા આવ્યા સામે

ચેતી જજો - પ્રી ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન પાઇલોટ્સ નશામાં હોવાના 6 મહિનામાં આટલા મામલા આવ્યા સામે

ચેતી જજો -  પ્રી ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન પાઇલોટ્સ નશામાં હોવાના 6 મહિનામાં આટલા મામલા આવ્યા સામે

છેલ્લા છ મહિનામાં, પ્રી-ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન પાઇલોટ્સ નશામાં હોવાના 14 મામલા સામે આવ્યા છે. લોકસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન વિવિધ મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ બાબતે એક ગંભીર સવાલમાં પાયલોટ્સના મામલો સામે આવ્યો હતો. જેમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં એસ મુનિસ્વામી અને એએસ જોલેના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2022થી જૂન 2022 સુધીમાં, આવા કુલ 14 કેસ નોંધાયા છે જ્યાં પાઇલોટ્સ પ્રી-ફ્લાઇટ બ્રેથ-એનાલાઇઝરમાં ટેસ્ટ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે તે નશામાં હતો. 6 મહિનામાં આ મામલાઓ સામે આવ્યા છે.કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં માહિતી આપી છે તે પ્રમાણે પેસેન્જર પ્લેન ઉડાડતા પહેલા ઘણા પાયલટો નશામાં હતા. ખાસ કરીને આ મામલે અજય દેવગણની રનવે ફિલ્મના કેટલાક સીન સામે આવી જાય છે. જેમાં આ મામલે ગંભીર તપાસ થાય છે. કેમ કે, આ અનેક લોકોના જીવ સાથે જોડાયેલો મામલો છે. એરક્રાફ્ટ રૂલ્સ 1937ના નિયમ 24 અને સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ હેઠળ સંબંધિત જોગવાઈઓ અનુસાર, ક્રૂના સભ્યોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર આલ્કોહોલ પીવાની મંજૂરી નથી.એક વર્ષમાં એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીના 478 કેસપ્રી-ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન પાઇલોટ્સ નશામાં હોવાના 14 મામલા સામે આવ્યા છે. ત્યારે આ ઉપરાંત ટેકનિકલ ખામીઓ પણ કેટલીક સામે આવી છે. સરકારે એ પણ માહિતી આપી હતી કે ગયા વર્ષે 1 જુલાઈથી આ વર્ષે 30 જૂન સુધીમાં, વિમાનમાં તકનીકી ખામીના કુલ 478 કેસ નોંધાયા છે. સૌગતા રોયના પ્રશ્નના લેખિત જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે વિમાનના પાર્ટ્સ અથવા સાધનોમાં ખામીને કારણે તેના સંચાલન દરમિયાન તકનીકી મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. તેમણે કહ્યું કે 1 જુલાઈ, 2021 થી 30 જૂન, 2022 સુધીમાં, વિમાનમાં તકનીકી નિષ્ફળતાના કુલ 478 કેસ નોંધાયા છે.