૭ હજારની ચોરી માટે જેલમાં બંધ બે મહિલાઓ થઈ ફરાર: પોલિસે શોધખોળ કરી શરૂ

૭ હજારની ચોરી માટે જેલમાં બંધ બે મહિલાઓ થઈ ફરાર: પોલિસે શોધખોળ કરી શરૂ

૭ હજારની ચોરી માટે જેલમાં બંધ બે મહિલાઓ થઈ ફરાર: પોલિસે શોધખોળ કરી શરૂ

રાજકોટની જેલમાંથી ફરી બે કેદી થયાં ફરાર. રાજકોટની પ્રદ્યુમનનગર પોલીસ મથકમાંથી બે મહીલા અરોપી પી.એસ.ઓ.ની નજર ચૂકવી ફરાર થઈ ગઈ. બંને મહિલા આરોપી ઉપર ૭ હજાર રૂપિયાની ચોરીનો આરોપ હતો અને બન્ને મહિલા સાથે બાળકો હતા તેમને જે રૂમમાં રાખવામાં આવ્યા હતા ત્યાં ગંદગી છે તેમ બન્ને મહિલાઓ એ ઉદ્યમ મચાવતા પોલિસે સફાઈ કર્મચારીને રૂમ સાફ કરવા બોલાવ્યા અને બન્ને એરોપીને બીજા રૂમમાં શિફ્ટ કર્યા અન્ય પોલિસ સ્ટાફ તિરંગા યાત્રાના બંદોબસ્તમાં હોય બન્ને આરોપી પી.એસ.ઓ.ની નજર ચૂકવી બાળકો સાથે ફરાર થઈ જતાં પોલિસે શોધખોળ ચાલુ કરી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રહેતા ફરિયાદી હિમાલભાઈ વિશ્વકર્માએ પ્રદ્યુમનનગર પોલીસ મથકે બે મહિલાએ રૂ.૭ હજારની ચોરી કરી નાસી છૂટીની ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા બે મહિલા આરોપી કાજલ દાતણીયા અને પુજા દાતણીયાનું નામ સામે આવતા બંને ને પ્રદ્યુમનનગર પોલીસ મથેક કસ્ટડીમાં રખાઈ હતી. દરમિયાન તિરંગા યાત્રામાં પોલીસ મથકનો મોટા ભાગનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયો હતો. પોલીસ મથકમાં જે રૂમમાં આ બે મહિલાઓને તેમના નાના બાળકો સાથે રખાઈ હતી તેણે દેકારો કર્યો હતો કે રૂમમાં ખૂબ ન ગંદકી છે. હાજર પીએસઓએ સફાઈ કર્મચારીને બોલાવી સાફ સફાઈ કરાવી હતી, સફાઈ કામગીરી થતી હતી ત્યારે બન્ને મહિલાને રૂમની બહાર રખાઈ હતી ત્યારે જ બન્ને પીએસઓને ચકમો આપી પોતાના બાળકો સાથે ફરાર થઇ ગઇ હતી. જાણ થતાં જ તુરંત અન્ય પોલીસ કર્મચારીઓને માહિતી અપાઈ હતી અને પોલીસ અધિકારીના માર્ગદર્શનમાં શોધખોળ હાથ ધરાઈ છે. બન્ને મહિલા આરોપી પોલીસ કસ્ટડીમાં હોય પીએસઓ રૂમની પાછળ આવેલા રૂમમાં રાખવામાં આવી હતી. દરમિયાન સવારના સમયે રૂમની સાફ સફાઈના કારણે બંને મહિલા આરોપીઓને બહાર લાવી પીએસઓના ટેબલની સામે બેસાડી હતી. જ્યાંથી બંને આરોપીઓ લોકરક્ષક દળના મહિલા કર્મચારીની નજર ચૂકવી નસી ગઈ હતી.