દેશની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને સામાજિક-આર્થિક વિકાસ માટે પશુપાલન નોધપાત્ર યોગદાન

દેશની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને સામાજિક-આર્થિક વિકાસ માટે પશુપાલન નોધપાત્ર યોગદાન

દેશની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને સામાજિક-આર્થિક વિકાસ માટે પશુપાલન નોધપાત્ર યોગદાન

દેશની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને સામાજિક-આર્થિક વિકાસ માટે પશુપાલન નોધપાત્ર યોગદાન આપી રહ્યું છે.ગરમીન ભરતમાં ૧૫ થી ૨૦ ટકા કુટુંબો ખેતીલાયક જમીન વિનાના અને લગભગ ૮૦ ટકા જમીનધારકો નાના અને સીમાંત ખેડૂતોની કેટેગરીના છે. અને પશુપાલન તેમનો આજીવિકાનો મુખ્ય સ્રોત છેએવો અંદાજ છે કે વર્ષે ૨૦૫૦સુધીમાં વિશ્વમાં ખાધની જરૂરિયાત બમણી થશે.આ જરૂરિયાતનો એક નોધપાત્ર ભાગ વિકાશીલ દેશોની વધતી જતી માનવ વસ્તી અને શહેરીકરણના કારણે જ હશે.પશુધન ઉત્પાદકો માટેઆ વધેલી માંગ ,પશુપોષણ ની કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરી ખાણદાણ અને ઘાસચારાની અછત ઉપરાંત વિશ્વભરમાં સાબિત થયા મુજબ અસંતુલિત પોષણ એ પશુની ઓછી ઉત્પાદકતા માટે મુખ્ય જવાબદાર પરિબળ છે.સંતુલિત પોષણનો પશુ ઉત્પાદનમાં સુધારો તેમજ પશુ પેદાશના એકમ દીઠ ઉત્પાદનની કીમત અને ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન એમ બંને ઘટાડવા માટે મહત્વનો ફાળો છે.સંકર ગાયમાં 6.૫૨ કિલો ,દેશી પશુઓમાં ૨.૧૦ કિલો અને ભેસના ૪.૪૪ કિલો સરેરાશ દૈનિક દૂધનું ઉત્પાદન સૂચવે છે કે આ પશુઓની ઉત્પાદકતા તેમના આનુવંશિક સંભવીત કરતા ઓછી છે. અસંતુલિત આહારથી કેટલાક પોષક તત્વોની ખામી રહે છે.ઘાસચારો વાગોળતા પશુઓનો કુદરતી તેમજ અગત્યનો આહાર છે.કારણ કે તેમના પાચનતંત્ર ની રચના પણ આવા ખોરાકને પચાવવા જરૂરી સગવડવાળી છે.ઝડપ થી વૃદ્ધિ પામતા વાછરડા /પાડી તેમજ દુધાળુ પશુઓને ફક્ત સુકા ચારમાંથી પૂરતા પોષકતત્વો મળતા નથી અસંતુલિત આહાર અને પોષક તત્વોની ખામી યુકત આહાર જ વાછરડા /પાડીના ધીમા શારીરિક વિકાસ,પરિપક્વમાં વિલંબ અને મોડા સર્વધન સંભવિત કરતા ઓછી ઉત્પાદકતા તરફ દોરી જાય છે. એન ડી ડી બી દ્રારા સ્થાનિક રીતે ઉપલબ્ધ ફીડ સ્રોતોનો ઉપયોગ કરી તેમના પશુઓના રાશન ને સંતુલિત કરી શકાય છે.સંતુલિત રાશન જેમાં પ્રોટીન,ઉર્જા ,ખનીજો, અને વિટામિન્સ ની જરૂરિયાત લીલા-સુકાચારા ,ખાણદાણ અને ખનીજ મિશ્રણ થી જ પૂરી શકાય છે જેથી પશુ તંદુરસ્ત રહી ઉત્પાદન માટે સક્ષમ બને છે.