રાંચીની IAS પૂજા સિંઘલના ઘર પર EDના દરોડા, 25 કરોડ રોકડ મળી

રાંચીની IAS પૂજા સિંઘલના ઘર પર EDના દરોડા, 25 કરોડ રોકડ મળી

રાંચીની IAS પૂજા સિંઘલના ઘર પર EDના દરોડા, 25 કરોડ રોકડ મળી

ગેરકાયદે ખનન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યાથી ઝારખંડના વરિષ્ઠ IAS ઓફિસર પૂજા સિંઘલ અને તેની સાથે સંકળાયેલા લોકોના 20 સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઠેકાણાઓ રાંચી, ઝારખંડના ખુંટી, રાજસ્થાનના જયપુર, હરિયાણાના ફરીદાબાદ અને ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કોલકાતા, બિહારના મુઝફ્ફરપુર અને દિલ્હી એનસીઆરમાં છે.હવે પ્રાપ્ત માહિતી અનુસાર, પૂજા સિંઘલના ઘરેથી મોટી રકમ (લગભગ 25 કરોડ રૂપિયા) મળી આવી હોવાના અહેવાલ છે. રિકવર થયેલી રોકડની ગણતરી માટે મશીન મંગાવવામાં આવ્યું હોવાની માહિતી પણ મળી રહી છે. આ પૈસા તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસેથી મળ્યા છે.રાંચીમાં પંચવટી રેસીડેન્સીના બ્લોક નંબર 9, ચાંદની ચોક, કાંકે રોડ, હરિ ઓમ ટાવર, લાલપુરની નવી બિલ્ડીંગ, પલ્સ હોસ્પિટલ, બરિયાતુમાં દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. IAS ઓફિસર પૂજા સિંઘલના ઓફિસિયલ આવાસ પર પણ દરોડા પડવાની માહિતી છે. મળતી માહિતી મુજબ, બિઝનેસમેન અમિત અગ્રવાલના ઘર પર દરોડા પડવાની પણ માહિતી મળી રહી છે. અમિત મુખ્યમંત્રી હેમંત સોરેનની નજીક હોવાનું કહેવાય છે. આ સમગ્ર એપિસોડ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.