ભારતના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજને સુરિનામે આપ્યું સર્વોચ્ચ સન્માન,એવોર્ડ મેળવનાર પ્રથમ એશિયન

શ્રી શ્રી રવિશંકર મહારાજને

ભારતના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજને સુરિનામે આપ્યું સર્વોચ્ચ સન્માન,એવોર્ડ મેળવનાર પ્રથમ એશિયન

સુરીનામે ભારતના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. તે 'ગ્રાન્ડ કોર્ડન - ધ ઓનરરી ઓર્ડર ઓફ ધ યલો સ્ટાર' મેળવનાર પ્રથમ એશિયન છે. આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરને તેમના માનવતાવાદી કાર્ય માટે આ સન્માન આપવામાં આવ્યું છે. સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ શુક્રવારે તેમનું સન્માન કર્યું હતું.ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ કહ્યું કે વર્તમાન અને ભાવિ પેઢી તમારા આપેલા જ્ઞાનને અનુસરશે તે માટે અમે તમારા આભારી છીએ. તમે અમને બધાને શાંતિ અને સંવાદિતાના માર્ગ પર માર્ગદર્શન આપો. સુરીનામના લોકો તમારું હાર્દિક સ્વાગત કરે છે.રાષ્ટ્રપતિ નિવાસ ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો. અત્યાર સુધી આ સન્માન રાજ્યની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. આ પહેલીવાર છે જ્યારે કોઈ આધ્યાત્મિક ગુરુનું આ સન્માન કરવામાં આવ્યું છે. આ સમારંભમાં સુરીનામમાં ભારતના રાજદૂત ડો.શંકર બાલાચંદ્રન પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શ્રી રવિશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું કે હું આ સન્માનનો શ્રેય આર્ટ ઓફ લિવિંગના શિક્ષકો અને સ્વયંસેવકોને આપવા માંગુ છું, જેમણે દેશમાં આવી પ્રશંસનીય સેવા કરી છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ અને ન્યાયાધીશોનો આભાર માનું છું.શ્રી શ્રી રવિશંકર 21 વર્ષ પછી દક્ષિણ અમેરિકન રાષ્ટ્રની મુલાકાતે ગયા છે. સુરીનામના સંરક્ષણ મંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. સવારે, તેઓ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને મળ્યા અને કાર્યસ્થળમાં માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આધ્યાત્મિકતાના મહત્વ વિશે વાત કરી. સાંજે તેમણે પેરામરિબોમાં એન્થોની નેસ્ટી સ્પોર્ટલ નેશનલ ઇન્ડોર સ્ટેડિયમમાં સંબોધન કર્યું. તેમની હાજરીમાં હજારો લોકોએ તપ કર્યું. રાષ્ટ્રપતિએ આઈ સ્ટેન્ડ ફોર પીસના શપથ લીધા.