ભાજપના રાજમાં BJP નેતાની દારૂની મહેફિલ : લઠ્ઠાકાંડ વચ્ચે સુરતના ભાજપના બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો વાયરલ

ભાજપના રાજમાં BJP નેતાની દારૂની મહેફિલ : લઠ્ઠાકાંડ વચ્ચે સુરતના ભાજપના બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો વાયરલ

ભાજપના રાજમાં BJP નેતાની દારૂની મહેફિલ : લઠ્ઠાકાંડ વચ્ચે સુરતના ભાજપના બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો વાયરલ

ગુજરાતમાં એક બાજુ લઠ્ઠા કાંડ ચાલી રહ્યો છે ત્યારે લઠ્ઠાકાંડને લઈને ગુજરાત ભરમાં વિવાદની વચ્ચે સુરતના ભાજપના બે હોદ્દેદારોનું મદિરા પાન કરતો વિડીયો વાયરલ થયો હતો જોકે આ વિડીયો સુરતના પુણા વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે આ વીડિયોને લઈને ભાજપ પોતાના હોદ્દેદારો પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યુંગુજરાતમાં જે પ્રકારે બોટાદમાં લઠ્ઠા કાંડ થયું છે આ લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં જે રીતે દારૂને લઈને વિવાદ સર્જાયો છે તેને લઈને સંવેદનશીલ ભાજપ સરકાર લઠ્ઠાકાંડને લઈને કાર્યવાહી કરી રહી છે અને આ લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી છે ત્યારે આ જ ભાજપના સુરતના બે હોદ્દેદારોનો દારૂ પિતા હોવાનો વિડીયો વાયરલ થતાની સાથે ભાજપ છાવણી અને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું સુરતના પુણા વિસ્તારમાં વોર્ડ નંબર 16 ના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર સાથે વોર્ડ ન.16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા હતા જોકે આ દારૂની મેહફીલમાં બે હોદ્દેદારો સાથે અન્ય બે વ્યક્તિ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ ભાજપની છાવણીમાં ચકચાર મચી જવા પામી હતી જોવાનું જોકે વિડીયો વાયરલ થયા બાદ સુરત શહેર પ્રમુખ આ હોદ્દેદારો પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે જોકે લઠ્ઠાકાંડને લઈને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવે છે ત્યારે ગૃહમંત્રી કયા પ્રકારની કાર્યવાહીના આદેશ આપે છે એને લઈને પણ ચર્ચા ઊભી થવા પામી છે