જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની સુરક્ષા ને લઈને પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની સુરક્ષા ને લઈને પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની સુરક્ષા ને લઈને પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા રાત્રે વોર્ડ નંબર 301 ના આઈસીયુમાં દાખલ એક દર્દીએ ફરજ પરના એક નર્સિંગ સ્ટાફના કર્મચારી પર કાતર વડે હુમલો કરી ઈજાઓ કરી હતી જેના હોસ્પિટલમાં ઘેરા પડઘા પડ્યા હતા અને નર્સીગ સ્ટાફ દ્વારા હડતાલ પણ કરવામાં આવી હતી આ મામલે તેઓએ તાકીદે અહીં સિક્યુરિટી મુકવા માંગ પણ કરી હતી તેને લઈ આજે જુનાગઢ નર્સિંગ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસવડા ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે સિવિલ હોસ્પિટલના દાખલ દર્દીઓને સારવાર પૂરી પાડતા નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ કે જે રક્ષકોની ભૂમિકા પૂરી પાડે છે તેઓ ઉપર ફરજો દરમિયાન કોઈપણ કારણસર હુમલો થવો તે નીંદનીય ઘટના છે અને આ ઘટનામાં હુમલો કરનાર વ્યક્તિઓને વહેલી તકે ઝડપી તેના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે તેમ જ આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી માંગણી સાથે નર્સિંગ એસોસિએશન દ્વારા જુનાગઢના જિલ્લા પોલીસવડા ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અને હુમલો કરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે