અદાણીના નામે થયું હવે ઇઝરાયલનું આ ઐતિહાસિક બંદર, 9500 કરોડ રૂપિયામાં થઇ ડીલ

અદાણીના નામે થયું હવે ઇઝરાયલનું આ ઐતિહાસિક બંદર, 9500 કરોડ રૂપિયામાં થઇ ડીલ

એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીનો સમગ્ર વિશ્વમાં દબદબો વધી રહ્યો છે. વાસ્તવમાં, ગૌતમ અદાણીએ વધુ એક ડીલ કરી છે. અદાણી પોર્ટ્સે ઇઝરાયલના સૌથી મોટા બંદરોમાંથી એક હાઇફા પોર્ટને ખરીદવા માટેની બોલી જીતી લીધી છે. વાસ્તવમાં, હવે અદાણી ઇઝરાયલના પ્રમુખ કારોબારને હવે ટેકઓવર કરવા જઇ રહી છે. ઇઝરાયલ સરકારે જ આ જાણકારી પૂરી પાડી છે. તે ઉપરાંત ગૌતમ અદાણીએ પણ સોશિયલ મીડિયા મારફતે આ જાહેરાત કરી છે. આ સમાચાર બાદ અદાણી પોર્ટ્સના શેર્સમાં તેજી જોવા મળી હતી.1.18 અબજ ડોલરમાં થઇ ડીલઇઝરાયલે કહ્યું કે તે પોતાના પ્રમુખ કારોબાર હાઇફા પોર્ટને અદાણી ગ્રુપને વેચશે. નિવેદન અનુસાર, આ ડીલ 4.1 બિલિયન શેકેલ (1.18 અબજ ડોલર) એટલે કે અંદાજે 9500 કરોડ રૂપિયામાં થઇ છે. ઇઝરાયલના નિવેદન અનુસાર, આ કારોબાર 4.1 બિલિયન શેકેલમાં અદાણી પોર્ટ્સ ઓફ ઇન્ડિયા અને લોકલ કેમિકલ અને લોજિસ્ટિક્સ ગ્રુપ ગેડોટને વેચશે. એટલે કે અદાણીએ પોતાના પાર્ટનર ગેડોટ સાથે મળીને આ સોદો પૂર્ણ કર્યો છે. જણાવી દઇએ કે હાઇફા પોર્ટ ઇઝરાયલના પ્રમુખ પોર્ટ્સમાંથી એક છે. ઇઝરાયલની સરકારે આ બંદરના ખાનગીકરણ માટે વિશ્વભરની કંપનીઓ પાસેથી બિડ મંગાવી હતી.અદાણી પાસે 70% હિસ્સો રહેશેઆ ડીલ બાદ અદાણી પાસે 70% હિસ્સો હશે અને બાકીની 30 ટકા હિસ્સેદારી ગેડોટ પાસે રહેશે. હાઇફા પોર્ટે કહ્યું કે નવું ગ્રુપ વર્ષ 2054 સુધી તેનો કાર્યભાર સંભાળશે.ગૌતમ અદાણીએ શું કહ્યું?ઇઝરાયલ સરકાર દ્વારા જાણકારી બાદ ગૌતમ અદાણીએ ટ્વીટ મારફતે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારા સહયોગી ગેડોટની સાથે ઇઝરાયલમાં હાઇફા બંદરના ખાનગીકરણ માટે બોલી જીતીને ખુશી થઇ. આ બંને દેશોમાં શાનદાર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. હાઇફાનો હિસ્સો બનીને ગર્વ થઇ રહ્યું છે, જ્યાં ભારતીયોએ વર્ષ 1918માં નેતૃત્વ કર્યું અને સૈન્ય ઇતિહાસમાં સૌથી મોટી કેવેલરી ચાર્જેજમાંથી એકની આગેવાની કરી.