હોન્ડા સૌથી વધુ પ્રીમિયમ બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં

હોન્ડા સૌથી વધુ પ્રીમિયમ બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં, KTMને આપશે કોમ્પિટિશન

હોન્ડા સૌથી વધુ પ્રીમિયમ બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં

હોન્ડા ભારતમાં તેના પ્રીમિયમ મોડલને વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે. 8 ઓગસ્ટે કંપની પોતાની નવી બાઇક પરથી પડદો ઉઠાવી શકે છે. હોન્ડા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની નવી બાઇક લોન્ચ કરી શકે છે. જો કે કઇ બાઇકને લોન્ચ કરવામાં આવશે તે અંગે કંપની દ્વારા હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર Honda મિડલવેટ 300CC એડવેન્ચર બાઇક લોન્ચ કરી શકે છે. હોન્ડાના ઈન્ડિયા ડિપાર્ટમેન્ટે થોડા સમય પહેલા CRF300Lની ડિઝાઈન માટે પેટન્ટ માટે અરજી કરી હતી. જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કંપની તેને ભારતીય બજારમાં લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે.

સેલમાં બીજા નંબરે હોન્ડા

હોન્ડા ભારતમાં તેના પ્રીમિયમ મોડલને વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે. 8 ઓગસ્ટે કંપની પોતાની નવી બાઇક પરથી પડદો ઉઠાવી શકે છે. હોન્ડા ઈન્ડિયા હાલમાં ટુ વ્હીલર સેગમેન્ટમાં ભારતમાં બેસ્ટ સેલિંગના સંદર્ભમાં બીજા નંબરે છે. હોન્ડાએ જૂન 2022માં બાઇકના 2,85,691 યુનિટ વેચ્યા હતા. આ જાપાની ઓટો બ્રાંડનો જૂન 2022 મહિનામાં બજાર હિસ્સો 25.53% હતો.

KTMને આપશે સીધી કોમ્પિટિશન

CRF300L ભારતમાં એક શોરૂમમાં જોવા મળી છે. હોન્ડા CRF રેન્જમાં ઑફ-રોડર બાઇક ઑફર કરી શકે છે, જે KTM એડવેન્ચર સિરીઝને ટક્કર આપી શકે છે. હોન્ડાએ દિલ્હી-એનસીઆરમાં તેના માનેસર પ્લાન્ટને આઈ-કેપેસિટી સાથે બાઇક એસેમ્બલ કરવા માટે તૈયાર કર્યો છે. CBR650R, CB650F અને આફ્રિકા ટ્વીનને માનેસર પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવ્યા છે.

મળી શકે છે આ ફીચર્સ

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, CRF300L આગળના ભાગમાં નોન-એડજસ્ટેબલ લોંગ-ટ્રાવેલ 43 mm USD ફોર્ક્સ અને પાછળના ભાગમાં ProLink સસ્પેન્શન મેળી શકે છે. કંપની આ બાઇકમાં ફ્રન્ટ ડિસ્ક બ્રેક 256 mm અને રિયર ડિસ્ક 220 mm ડાયામીટર આપી શકે છે. કંપની આ આગામી બાઇકને 286CC લિક્વિડ કૂલ્ડ DOHC સિંગલ સિલિન્ડર એન્જિન સાથે લોન્ચ કરી શકે છે. હોન્ડાની CB300R બાઇકમાં પણ આ જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં સ્લિપ આસિસ્ટ ક્લચ અને 6-સ્પીડ ગિયરબોક્સ મળશે. CRF300L માં આગળનું વ્હીલ 21 ઇંચનું અને બેંક વ્હીલ 18 ઇંચનું હશે.

 

પહેલી ડ્યુઅલ મોટર બાઇક

Honda CRF300L એ ABS, LCD ડેશ અને 7.8-લિટર ફ્યુઅલ ટેન્ક હોઈ શકે છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે કંપની તેને 8 ઓગસ્ટે લોન્ચ કરવા જઈ રહી છે. પરંતુ કંપનીએ માહિતી આપી છે કે આ દિવસે તે પોતાની કેટલીક પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. જો Honda CRF300L લોન્ચ કરે છે, તો તે ભારતમાં કંપનીની પ્રથમ ડ્યુઅલ મોટર બાઇક હશે.