વિશ્વની પ્રથમ સોલાર ઇલેક્ટ્રિક SUV કાર, સૂર્ય પ્રકાસથી ચાર્જ થઈને દોડશે 805 કિલોમીટર સુધી, જાણો કાર વિશેની 5 મોટી બાબતો

વિશ્વની પ્રથમ સોલાર ઇલેક્ટ્રિક SUV કાર, સૂર્ય પ્રકાસથી ચાર્જ થઈને દોડશે 805 કિલોમીટર સુધી, જાણો કાર વિશેની 5 મોટી બાબતો

વિશ્વની પ્રથમ સોલાર ઇલેક્ટ્રિક SUV કાર, સૂર્ય પ્રકાસથી ચાર્જ થઈને દોડશે 805 કિલોમીટર સુધી, જાણો કાર વિશેની 5 મોટી બાબતો

અમેરિકન કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ કંપની હમ્બલ મોટર્સ એક સ્ટેપ આગળ વધીને EV બિઝનેસમાં પ્રવેશવા માંગે છે. તાજેતરમાં કંપનીએ Humble One નામની ઇલેક્ટ્રિક SUV કારનો કોન્સેપ્ટ બતાવ્યો. આ કોન્સેપ્ટ દરેક અર્થમાં અલગ હતો કારણ કે હમ્બલ વન અન્ય કાર કરતા અલગ નવી ટેકનોલોજી પર આધારિત હતી. સ્ટાર્ટઅપ કંપની આગામી હમ્બલ વન ઇલેક્ટ્રિક એસયુવીને સૂર્યપ્રકાશ દ્વારા ચલાવશે. કંપની કારની ઇલેક્ટ્રિક મોટરને પાવર કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરશે. કંપનીનો દાવો છે કે સૌર ઉર્જા સાથે એક જ ચાર્જ પર આ કાર 805 કિમી ચાલી શકે છે.

વિશ્વની પ્રથમ સૌર ઇલેક્ટ્રિક SUV કાર

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે હમ્બલ વન વિશ્વની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી કાર નથી. અગાઉ આ ટેક્નોલોજીનો ઉપયોગ નવી Hyundai Sonata સિવાય Karma Reveroમાં કરવામાં આવ્યો છે. જો કે, હમ્બલ વન ચોક્કસપણે વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રોનિક SUV હશે જેની છત પર સોલર પેનલ હશે.

હંબલ વનની ડિઝાઇન

પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેમ કંપનીએ હમણાં જ તેનો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. તેથી ઉત્પાદન સુધી પહોંચે ત્યાં સુધી તેમાં ઘણા ફેરફારો થઈ શકે છે. એમાં કોઈ શંકા નથી કે કોન્સેપ્ટ કાર જોવામાં ઘણી શાનદાર લાગે છે. ફ્યુચરિસ્ટિક ડિઝાઈનની સાથે તેમાં ઝુકેલું રૂફ, બ્લેક ગ્રિલ, સ્લિમ LED હેડલાઈટ જેવા શાનદાર ફિચર પણ મળશે.

હંબલ વનના સ્પેશિફિકેશન

કારને પાવર આપવા માટે તેના રૂફ પર 80 ચોરસ ફૂટમાં ફોટોવોલ્ટેઇક સેલ લગાવવામાં આવશે. આ સૂર્યપ્રકાશ દ્વારા વીજળી ઉત્પન્ન કરશે. આ પાવરની મદદથી કારની રેન્જ દરરોજ 96 કિલોમીટર વધશે. કંપનીના દાવા મુજબ, હમ્બલ વન સિંગલ ચાર્જ પર 805 કિમી સુધી ચાલશે.

ક્યારે લોન્ચ થશે?

કંપનીએ હમ્બલ વનના પ્રી-ઓર્ડર બુકિંગમાંથી $20 મિલિયન ભેગા કર્યા છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 159 કરોડ રૂપિયા થાય છે. જો કે, કારનું ઉત્પાદન 2024 પહેલા શરૂ થવાની અપેક્ષા નથી. તેથી, 2024 પછીના વર્ષોમાં જ હમ્બલ વન અમેરિકામાં લોન્ચ થઈ શકશે, જ્યારે અન્ય દેશોએ વધુ રાહ જોવી પડશે.

હંબલ વનની સંભવિત કિંમત

હાલ હમ્બલ વન કારની ચોક્કસ કિંમત વિશે વાત કરવી ખૂબ જ વહેલું કહેવાશે. કારણ કે આને લગતી વધુ માહિતી હજુ સુધી કંપની દ્વારા વધુ આપવામાં આવી નથી. જો કે ગાડીવાડી અનુસાર કાર મેન્યુફેન્ચરિંગ કંપની દાવો કરે છે કે ઇલેક્ટ્રિક એસયુવીની કિંમત લગભગ $109,000 થી શરૂ થશે. ભારતીય ચલણમાં આ રકમ 87 લાખ રૂપિયાથી વધુ હશે.