ભાડુઆતને રેન્ટ સાથે ચુકવવો પડશે 18 ટકા ટેક્સ, જાણો કોના પર આવશે બોજો

GST નિયમ

ભાડુઆતને રેન્ટ સાથે ચુકવવો પડશે 18 ટકા ટેક્સ, જાણો કોના પર આવશે બોજો

જીએસટી (GST) એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Goods and Services Tax) લાગુ થયા બાદ સરકાર સમયાંતરે તેમાં ફેરફાર કરતી રહે છે. 18 જુલાઈથી લાગુ થયેલા નવા GST નિયમો પછી તમારે ભાડાની સાથે ફિક્સ ભાડા પર 18 ટકા GST ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ GST કોણે ભરવો પડશે? આ GST સામાન્ય લોકોને નહીં, પરંતુ એવા લોકોને આપવો પડશે જેઓ પોતાના ધંધાકીય કામ માટે ભાડાના મકાનનો ઉપયોગ કરે છે.

પહેલા શું હતો નિયમ?

તમને જણાવી દઈએ કે પહેલાના નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ કોમર્શિયલ કામ માટે ઓફિસ (Office Rules) અથવા બિલ્ડિંગ લીઝ પર લેતો હતો, તો તેણે લીઝ પર GST ચૂકવવો પડતો હતો. હવે બદલાયેલા નિયમો પછી જો કોઈ વ્યક્તિ તેના બિઝનેસ માટે રેસિડેન્શિયલ પ્રોપર્ટી (Residential Property) ભાડે આપે છે, તો તેણે તેના માટે GST ચૂકવવો પડશે. અગાઉ રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર કોઈ ટેક્સ લાગતો ન હતો. આવી સ્થિતિમાં હવે ભાડુઆતોએ ભાડાની સાથે જીએસટીનો બોજ પણ ઉઠાવવો પડશે.

ફક્ત એ લોકોને જ ટેક્સની ચુકવણી કરવાની રહેશે, જેઓ 18 ટકા GST હેઠળ રજીસ્ટર છે. તેમાં ભાડૂતને રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ ટેક્સ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં ભાડૂઆત ઇનપુટ ટેક્સ ક્રેડિટ કપાત બતાવીને સરળતાથી તેના GST નો દાવો કરી શકે છે. આ નિયમની સીધી અસર એવી કંપનીઓ પર પડશે જે કોમર્શિયલ હેતુઓ માટે રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરે છે.

ભાડા પર લાગતા GST ના કેટલાક જરૂરી નિયમ

  • જો તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી (Residential Property) ને ભાડા પર લઈ તમારુ બિઝનેસ કરો છો તો તમારે 18 ટકા જીએસટી ભરવો પડશે
  • આ કાયદા હેઠળ કોરપોરેટ (Corporate) અને સામાન્ય સંસ્થાઓ બંને આવશે
  • જો તમારું ટર્નઓવર નિર્ધારિત મર્યાદાથી ઉપર છે, તો પોતાને જીએસટીમાં રજીસ્ટર જરૂર કરાવો અને પછી રેન્ટ જીએસટીનો પણ તેનાથી પેમેન્ટ કરો
  • ઉલ્લેખનીય છે કે જે લોકોનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ કરતા વધુ છે, તેના ટમાટે GST ફાઈલ કરવુ જરૂરી છે
  • જો તમે સામાન સપ્લાય અથવા વેચે છો, તો તમારી આ લિમિટ 40 લાખ રૂપિયાની છે