જિલ્લામાં કોરોના મહામારીના કેસ નોંધાતા કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જિલ્લામાં કોરોના મહામારીના કેસ નોંધાતા કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જિલ્લામાં કોરોના મહામારીના કેસ નોંધાતા કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા

પોરબંદર જિલ્લામાં કોરોના વાયરસનાકેસ નોંધાયેલા હોવાથીકોરોના મહામારીના સંક્રમણના ફેલાવાને રોકવા તથા તકેદારીના ભાગરૂપેજિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું બહાર પાડીને નીચે મુજબના સ્થળોને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે.

જેમાં પોરબંદરના છાંયા ચોકી વિસ્તારમાં કરશન લખમણ ગરચરનું ઘર,પોરબંદર રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં હેમાંગ જગદીશ અગ્રાવતનું ઘર,પોરબંદરના આશાપુરા ચોકડી ઘાસ ગોડાઉન પાસે ઘનજી માલદે શીંગરખીયાનું ઘરઅને ભરત કિશોર હરિયાનીના ઘરથી હુસેનભાઇના ઘર સુધીનો વિસ્તાર તથા પોરબંદર તાલુકાના કાટવાણા ગામ વિસ્તારમાં જયદીપ ભીખુ વરગિયાના ઘરથી લખુ માલદે વરગિયાના ઘર સુધીના વિસ્તારનેતા.૦૨ ઓગસ્ટ સુધીકન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે. આ વિસ્તારમાંફક્ત જીવન જરૂરી આવશ્યક સેવાઓ સવારે ૭ કલાકથી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે.

તેમજપોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મિલન લખમણ આહિરનું ઘર,પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારના તુંબડામાં રામી દેવાભાઇ રાઠોડના ઘરથી રમા કાના સોલંકીના ઘર સુધીનો વિસ્તાર,પોરબંદર તાલુકાના વિસાવાડા ગામ વિસ્તારમાં પુજા જીતેશનું ઘર અને મકવાણા પ્રિયાનું ઘર તથા પોરબંદરના છાંયા વિસ્તારમાં રઘુવંશી સોસાયટીમાં ભૂમિકા મહેન્દ્ર પરમારના ઘરથી હરીશ ભીમા શીંગરખીયા ઘર સુધીના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી નિયંત્રણ મુક્ત જાહેર કરાયા છે.