અમરનાથમાં ફાટ્યું આભ, જામનગર-દ્વારકાના 20 ભાવિકો યાત્રામાં ફસાયા, 15 લોકોએ ગુમાવ્યા જીવ

અમરનાથમાં ફાટ્યું આભ, જામનગર-દ્વારકાના 20 ભાવિકો યાત્રામાં ફસાયા, 15 લોકોએ ગુમાવ્યા જીવ

                         હાલ અત્ર, તત્ર, સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દક્ષિણ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા પાસે ગત સાંજે વાદળ ફાટ્યું હતું. જેના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 25 ટેન્ટ અને 3 સામુદાયિક રસોડા પણ નાશ પામ્યા હતા. જો કે, રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 3 લોકોને બચાવી લેવાયા હતા. આ દરમિયાન ઘણા લોકો લાપતા અને ઘાયલ થયા હતા.ત્યારે આ અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો ગત સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું.

                        તે દરમ્યાન રસ્તામાં વાદળ ફાટતા યાત્રાળુઓ અધવચ્ચે રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગર-દ્વારકા જિલ્લાના 20 ભાવિકો પણ સામેલ હતા.સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં યાત્રા રોકાઈસંગમ ઘાટી પાસે જ બધા યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કર્યું છે. જામનગરના લગભગ 20 જેટલા યાત્રાળુઓ પણ આ સમયે યાત્રામાં અટવાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ત્યારે આ દરમિયાન ઘણા લોકો લાપતા અને ઘાયલ થયા હતા. આવા લોકો અને તેમના પરિવારો માટે કેટલાક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.