ભાવસહજી હોસ્પિટલમાં ત્રણ સ્પેશ્યાલિસ્ટ તબીબોની નિમણુંક : લોકોને આરોગ્યની ઉત્તમ સવલત મળશે

ભાવસહજી હોસ્પિટલમાં ત્રણ સ્પેશ્યાલિસ્ટ તબીબોની નિમણુંક : લોકોને આરોગ્યની ઉત્તમ સવલત મળશે

                      પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ અપૂરતા તબીબોના કારણે લોકોને પુરતી સારવાર મળતી ન હતી. પોરબંદર જિલ્લાના પ્રજાને આરોગ્યની ઉત્તમ સવલત મળી રહે તે માટે ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ભાવસહજી હોસ્પિટલમાં ગાયકેનોલોઝિસ્ટ, સર્જન તથા એનેથેટિસ્ટની નિમણુંક કરવામાં આવી છે.

                      પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી પડી હતી. જેના કારણે દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. આ અંગે શહેરના શ્રેષ્ઠીઓ અને આગેવાનોએ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત અંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને રજૂઆત કરી હતી. જે અનુસંધાને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પોરબંદરની ભાવસહજી હોસ્પિલમાં ત્રણ સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની નિમણુંક કરવામાં આવે છે જેમાં એનેસ્થેટિક તરીકે જે. પી. ત્રિવેદી, ફિઝિશ્યન તરીકે ડો. જી. એન. સોલંકી અને સર્જન તરીકે ડો. આર. કે. ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. આ તબીબની નિમણુંક થવાથી પોરબંદરની પ્રજાને રાહત મળશે. હજુ પણ ભાવસહજી હોસ્પિટલમાં સી.ડી.એમ.ઓ. વર્ગ-૧, આર.એમ.ઓ. વર્ગ-૧, પુર્ણકાલીન સર્જન વર્ગ-૧, એનેસ્થેટિકની હજુ એક જગ્યા, સ્ત્રીરોગ નિષ્ણાંત વર્ગની એક જગ્યા, ટી.એન.ટી. સર્જન, ડેન્ટલ સર્જન, માઇક્રોબાયોલોજીસ્ટ સહિતની જે જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવા માટે પણ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે.