અરવલ્લી જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે 8 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક

અરવલ્લી જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે 8 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક

અરવલ્લી જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે 8 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોય તેવું લાગે છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. એકસાથે પ્રથમવાર 7 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, ત્યારે આ જ મહિનામાં કોરોનાના પહેલા 8 અને હવે 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસમોડાસા - 3ભિલોડા - 3મેઘરજ - 1

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં કોરોનાના સરેરાશ 33 જેટલા કેસ નોંધાયા છે, જેની સામે વેક્સિનેશન કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. કોરોનાના વધતા કહેરને લઇને જિલ્લામાં વેક્સિનેશનની વાત કરવામાં આવે તો પ્રથમ ડોઝ 8.56 લાખ જ્યારે બીજો ડોઝ 8.55 લાખ લોકોને આપવામાં આવ્યો છે. આ સાથે જ 1.35 લાખ લોકોને પ્રીકોશન આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ લોકોમાં જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે અને જનજાગૃતિ થાય તેવા પ્રયાસો કરવાની લોકમાંગ ઉઠી છે.