ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, આ બે દિગ્ગજ નેતાઓ છોડી શકે છે કોંગ્રેસ

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, આ બે દિગ્ગજ નેતાઓ છોડી શકે છે કોંગ્રેસ

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, આ બે દિગ્ગજ નેતાઓ છોડી શકે છે કોંગ્રેસ અને જોડાઈ શકે છે ભાજપમાં

કોંગ્રેસને ચૂંટણી પહેલાં લાગશે ઝટકો. પૂર્વ સાંસદ રાજુ પરમાર અને પૂર્વ મંત્રી નરેશ રાવલ છોડશે કોંગ્રેસ. બંને નેતાઓ જોડાઈ શકે છે ભાજપમાં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર નારાજ થયા છે. પક્ષથી નારાજ બે દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસને અલવિદા કરીને 17 ઓગસ્ટ ભાજપનો ખેસ પહેરશે. બંને નેતા બે દિવસમા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.

આ બંને નેતા અહેમદ પટેલ જૂથના છે. જેઓ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આ ઘટના ભૂકંપ સમાન છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં 60 જેટલા નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે.

નરેશ રાવલની નારાજગીનું કારણ શંકરસિંહ વાઘેલા :

કહેવાય છે કે, શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાથી આંતરિક વિવાદ ઉભો થયો છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાથી નરેશ રાવલ નારાજ થયા છે.

રઘુ શર્માને પોતાનુ જ નિવેદન ભારે પડ્યું :

રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી. સોમનાથની મુલાકાતમાં રઘુ શર્માએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે તેની મને ખબર છે. જે લોકો જીતી શકે તેમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે? પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે, મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે તેની વિગતો છે.