મુખ્યમંત્રીએ સુરત, અમદાવાદ મહાનગર અને ભાવનગર સહીત 7 પ્રિલીમીનરી ટી.પીને મંજૂરી આપી

મુખ્યમંત્રીએ સુરત, અમદાવાદ મહાનગર અને ભાવનગર સહીત 7 પ્રિલીમીનરી ટી.પીને મંજૂરી આપી

મુખ્યમંત્રીએ સુરત, અમદાવાદ મહાનગર અને ભાવનગર સહીત 7 પ્રિલીમીનરી ટી.પીને મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ આ જે ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે તેમાં સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની ૧-૧ પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની ૧ ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ર૭ ભટાર-મજૂરા, સ્કીમ નં.પ૧ ડભોલી, સ્કીમ નં. પ૦ વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ૮પ સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે.રાજ્યમાં શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીપીને મંજૂરી આપી છે. સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન અને ભાવનગરમાં ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. જાહેર સુવિધાઓ માટે સુરતમાં ર૬.૨૧ હેક્ટર્સ - અમદાવાદમાં ૩.૬૩ હેક્ટર્સ  ભાવનગરમાં ર.ર૧ હેક્ટર્સ અને બાવળામાં ૧૧.ર૬ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. સુરતમાં થશે આ કામગિરી -સુરત મહાનગરપાલિકાની આ ૩ પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ ૮.૯૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, જાહેર સુવિધાના કામો માટે ૧૬.૯૬ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૮૫ સરથાણા પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી છે તેના કારણે જાહેર સુવિધાના કામો માટે ૯.રપ હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે ૬.૬૯ હેક્ટર્સ તેમજ પ૧૦૦ EWS આવાસો નિર્માાણ થાય તે હેતુસર પ.૭ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે.અમદાવાદ મહાનગરપાલિકા -અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૮૧ લાંભા-લક્ષ્મીપૂરા-૧ માં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૮.૦પ હેક્ટર્સ જમીન મળશે.ભાવનગર પાલિકા -વનગર મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૭ અધેવાડાને પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. આ સ્કીમ મંજૂર થવાના કારણે કુલ ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે અને બાગ-બગીચા, રમત-ગમત મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે ૧.પ૭ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ર.૮૧ હેક્ટર્સ તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુ માટે ૪.પ૭ હેક્ટર્સ જમીન મળશે