વાવ નજીક ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરી, હાઇવે પર ટ્રાફિક જામ

વાવ નજીક ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરી, હાઇવે પર ટ્રાફિક જામ

વાવ નજીક ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરી, હાઇવે પર ટ્રાફિક જામ

બારડોલી : કામરેજ તાલુકાના વાવ ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર પૂનાથી સુરત જઈ રહેલી બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે બસમાં માટે બે જ મુસાફરો હોય તેઓ સમયસર બહાર નીકળી આવતા મોટી જાનહાનિ ટળી હતી. ફાયરની ટીમે સમયસર સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પૂનાથી સુરત જઈ રહેલી બસ નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતી હતી તે સમયે વાવ ગામની સીમમાં એન્જીનના પાછળથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો જોતાં જ ચાલકે બસ રોડની સાઇડે ઊભી રાખી હતી. ફાયર બ્રિગેડના જાણ કરતાં જ બે ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાં માત્ર બે જ મુસાફર હોય તેમનો બચાવ થયો હતો. ઘટનાને પગલે હાઇવેની બંને તરફ ટ્રાફિક જામને કારણે વાહનનો લાંબી લાઇન લાગી ગઈ હતી. જેને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સુચારું કરી હતી.