ટ્રકોની તાડપત્રી કાપી સામાનની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી પલસાણા પોલીસ

ટ્રકોની તાડપત્રી કાપી સામાનની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી પલસાણા પોલીસ

ટ્રકોની તાડપત્રી કાપી સામાનની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી પલસાણા પોલીસ

બારડોલી : પલસાણા પોલીસેની ટીમે વાહનોની તાડપત્રી કાપી ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 4.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર ગત 20મી જુલાઈના રોજ પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં પાર્ક કરેલી એક ટ્રકની તાડપત્રી કાપી અંદરથી બે ગીઝરની ચોરી થઈ ગઈ હતી. જે અંગે સચિન ખાતે રહેતા સંદીપભાઈ વિજયભાઈ પાંડેએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેની તપાસ કરી રહેલી પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે તુંડી ગામથી મંગલારામ લાલારામ ગુજજર, સાવરલાલ નારાયણલાલ કુમાવત અને પ્રકાશ દુર્ગારામ કુમાવતને ઝડપી લીધા હતા, ત્રણેય તુંડી ગામે મકાન ભાડે રાખીને રહેતા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીનો વિવિધ સામાન, ત્રણ મોબાઇલ ફોન, ટેમ્પો મળી કુલ 4 લાખ 99 હજાર 30 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં તેમણે જણાવ્યુ થતું કે, તેઓ તાપી થી હજીરા જતાં હાઇવે ઉપરથી રોડ પર તેમજ હોટલમાં પાર્ક કરેલી ટ્રકોની બાજુમાં પોતાનો ટેમ્પો ઊભો રાખી ટ્રકની તાડપત્રી કાપીને તેમાંથી જે પણ સામાન મળે તે સામાન ચોરી લેતા હતા અને સુરત જિલ્લાના ગામડાઓમાં ભરાતા શનિવારી, રવિવારી બજાર જેવા હાટ બજારમાં છૂટક વેચાણ કરતાં હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.