ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા લોકો, Paytmનો નફો 2023માં થશે શરૂ : વિજય શેખર શર્મા

ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા લોકો, Paytmનો નફો 2023માં થશે શરૂ : વિજય શેખર શર્મા

ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા લોકો, Paytmનો નફો 2023માં થશે શરૂ : વિજય શેખર શર્મા

Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યું કે, કંપની તેના વ્યવસાયમાં વેગ પકડી રહી છે અને વર્ષ 2023માં તેની કામગીરીથી નફો કમાવવાનું શરૂ કરશે. જણાવી દઈએ કે, કંપનીના સ્થાપકે ગુરુવારે જ શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ પ્રથમ વખત પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો છે. આ પ્રસંગે કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યું કે, અમારું ધ્યાન એપ પર છે અને અમે તેના પર ફાસ્ટેગ અને બાય નાઉ પે લેટર જેવી સુવિધાઓ પણ આપી રહ્યા છીએ, લોકો તેને પસંદ કરી રહ્યા છે.વિજય શેખર શર્માએ કંપનીના શેરધારકોને મોકલેલા પત્રમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં અમારી ટીમે ઉત્તમ કામ કર્યું છે. કંપનીની આવકમાં સુધારો થયો છે અને અમે અમારા પેમેન્ટ્સ અને ક્રેડિટ બિઝનેસમાં રોકાણ કરી શક્યા છીએ. શર્માએ શેરધારકોને લખ્યું કે, કંપનીની EBITDA ખોટ સતત ઘટી રહી છે. શર્માએ શેરધારકોને ખાતરી આપી કે, સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થતા ક્વાર્ટર સુધીમાં કંપની ઓપરેટિંગ નફો કમાવવાનું શરૂ કરશે.Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યું કે, વેપારી ભાગીદારો હવે ડિજિટલ ચૂકવણીના મૂલ્યને વધુને વધુ સમજી રહ્યા છે, અને હવે તે તકનીક માટે ચૂકવણી કરવા તૈયાર છે જે ડિજિટલ ચૂકવણીને સરળ અને વિશ્વસનીય બનાવે છે.