મોટી રાહત/ આ ખાદ્ય તેલના ભાવમાં લીટરે થયો 30 રૂપિયાનો ઘટાડો, કંપનીએ કરી જાહેરાત

મોટી રાહત/ આ ખાદ્ય તેલના ભાવમાં લીટરે થયો 30 રૂપિયાનો ઘટાડો, કંપનીએ કરી જાહેરાત

મોટી રાહત/ આ ખાદ્ય તેલના ભાવમાં લીટરે થયો 30 રૂપિયાનો ઘટાડો, કંપનીએ કરી જાહેરાત

અદાણી વિલ્મરે ખાદ્ય તેલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લિટરે કાપ મુક્યો છે. આ પ્રકારની જાહેરાત સોમવારે કરવામા આવી હતી. ભાવમાં કમીથી તેલની વૈશ્વિક કિમતોમાં આવેલા ઘટાડોના કારણે થઈ છે. કંપની ફોર્ચ્યુન બ્રાંડ અંતર્ગત ઉત્પાદનોનું વેચાણ કરે છે. સૌથી વધારે કાપ સોયાબિન તેલના ભાવમાં આવ્યો છે. નવા ભાવ બજારમાં ટૂંક સમયમાં આવી જશે.

અગાઉ, મધર ડેરી, જે ધારા બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલનું વેચાણ કરે છે, તેણે સોયાબીન અને અન્ય તેલના ભાવમાં 14 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. ખાદ્ય તેલની કિંમતો પર ચર્ચા કરવા માટે ખાદ્ય મંત્રાલયે 6 જુલાઈના રોજ એક બેઠક બોલાવી હતી, જેમાં તમામ ખાદ્ય તેલ કંપનીઓને વૈશ્વિક ભાવમાં ઘટાડાના ફાયદા ગ્રાહકો સુધી પહોંચાડવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

વૈશ્વિક ભાવ ઘટાડાની અસર

એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે, "વૈશ્વિક કિંમતોમાં ઘટાડો અને ખાદ્યતેલના ભાવમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવાના સરકારના પ્રયાસોને ધ્યાનમાં રાખીને, અદાણી વિલ્મરે ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડો કર્યો છે. ગયા મહિને પણ ભાવમાં ઘટાડો થયો હતો.

સોયાબીન તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે

ફોર્ચ્યુન સોયાબીન તેલની કિંમત 195 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 165 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સૂર્યમુખી તેલની કિંમત 210 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 199 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. સરસવના તેલની મહત્તમ છૂટક કિંમત 195 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 190 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

સરસવ તેલ થયું સસ્તું 

સનફ્લાવર ઓઈલના ભાવ 210 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 199 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યા છે. સરસવના તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે. સરસવના તેલની મહત્તમ છૂટક કિંમત (MRP) 195 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 190 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. ફોર્ચ્યુન રાઇસ બ્રાન ઓઇલની કિંમત 225 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 210 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જ્યારે સીંગદાણા તેલની MRP 220 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 210 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.