ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું : ગીર નજીક જમજીર ધોધના અનોખા દ્રશ્યો નજરે પડ્યા , સાતમ - આઠમની રજાઓમાં પર્યટકોનો ધસારો

ઊંડા પાણીમાં ડુબી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા ; રેલિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું

ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું : ગીર નજીક જમજીર ધોધના અનોખા દ્રશ્યો નજરે પડ્યા , સાતમ - આઠમની રજાઓમાં પર્યટકોનો ધસારો

જમજીરના ધોધને નિહાળવા લોકો દુર દુર થી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો આવે છે અને અનેરો આનંદ મેળવે છે . ગીરના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જમજીર ધોધમા હાલ પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે

ગીર જંગલ નજીક આવેલ જામવાળા ગામ પાસે જમજીરનો ધોધ આવેલો છે . ગીર જંગલમાંથી પસાર થતી શિંગોડા નદીમાં આ ધોધનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે . આ જમજીરના ધોધને નિહાળવા લોકો દુર દુર થી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો આવે છે અને અનેરો આનંદ મેળવે છે . ગીરના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જમજીર ધોધમા હાલ પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને પાવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સાતમ આઠમની રજાઓના દિવસોમાં પર્યટકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ઊંડા પાણીમાં ડુબી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન શિંગોડા નદીમાં જ્યારે પાણી આવે છે ત્યારે ધોધનું દ્રશ્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે . આ ધોધમાં અમુક પર્યટકો છલાંગ મારી નાહ્વા પડે છે , જે જોખમી છે . અને ઊંડા પાણીમાં ડુબી જવાથી અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે . જો કે પાણીની ઉંડાઇ વધું હોય હજુ સુધી કોઈ તળિયું માપી શક્યા ન હોવાનું પણ જાણવા મળેલું છે . આ સ્થળને ટુરિઝમ સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ આ ધોધની ફરતે રેલિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે , જો કે પ્રવાસીઓ અહીં આવે છે ત્યારે ધોધની નજીકથી સેલ્ફીઓ પાડી રહ્યા છે અને નદીના પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે પણ પસાર થતા જોવા મળે છે . જેથી અહીં પર્યટકોને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત રાખવામાં આવે તે જરૂરી બન્યું છે . સરકાર દ્વારા આ સ્થળને ટુરિઝમ સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ પણ ઊઠવા પામી છે .