નાના બાંધકામની મંજૂરી માટે ઈ-નગર પોર્ટલ બન્યું આશીર્વાદ રૂપ, જાણો કઈ રીતે લાભ મળશે

નાના બાંધકામની મંજૂરી માટે ઈ-નગર પોર્ટલ બન્યું આશીર્વાદ રૂપ, જાણો કઈ રીતે લાભ મળશે

નાના બાંધકામની મંજૂરી માટે ઈ-નગર પોર્ટલ બન્યું આશીર્વાદ રૂપ, જાણો કઈ રીતે લાભ મળશે

ગુજરાત સરકાર હવે ડિજિટલ સેવાઓ તરફ આગળ વધી રહી છે. જેને પગલે નવા બાંધકામ માટે સાધનિક કાગળોની પરવાનગી અને મંજૂરી માટે ઈ-નગર પોર્ટલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં નાના બાંધકામની મંજૂરી ઓનલાઈન જ મળી જાય છે હાલ મોરબી નગરપાલિકામાં પણ આ સેવા નો લાભ નગરજનો લઈ રહ્યા છે.

મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ઈ-નગર પોર્ટલ અંગે જણાવ્યું હતું કે, નવા બાંધકામ મંજૂરીઓની ઓફલાઈન પ્રક્રિયાને સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે. હાલ નવા બાંધકામ માટેની મંજૂરી ઓનલાઈન જ લઈ શકાય છે. નવા બાંધકામ માટેના દરેક વિકાસ કાર્યો ઓનલાઇન જ કરવા તેવા પરિપત્ર વખત જાહેર થઈ ગયા છે અને તેનું પાલન મોરબી નગરપાલિકામાં કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

જેની પ્રકિયા અંગે તેમણે માહિતી આપી હતી કે, કોઈપણ અરજદાર મોરબી નગરપાલિકાના એન્જિનિયર અને સ્ટ્રક્ચર ડિઝાઇનરના માધ્યમથી પોતાના પ્લોટ એરિયાની અંદર પરમિશીબલ બાંધકામ માટે અરજી કરી શકે છે અને તેનો પ્લાન નકશો બનાવી તે ઈ-નગરની વેબસાઈટ પરઆ અપલોડ કરે છે. જેને તેમના દ્વારા 3 સ્ટેજમાં સ્ક્રૂટીનાઇઝ કરવામાં આવે છે. જેમાં અરજદારનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને તેની પરમિશન માટે ચાર્જિસ લેવામાં આવે છે.

વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, તમામ તબક્કાઓમાંથી પ્લાન થયા બાદ તેને અપ્રુવ કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિ ખૂબ જ ટ્રાન્સપરન્ટ છે અને ઝડપી પ્રક્રિયા છે. જેના કારણે અરજદારનો પણ સમય બગડતો નથી. આ ઉપરાંત તેમણે છેલ્લા છ માસની અંદર 150થી વધુ જેટલી અરજીઓને તેમણે મંજૂર કરી હતી.

 ઈ-નગર પોર્ટલ અંગે અરજદાર ચિરાગ પંડ્યાએ જણાવ્યું હતું કે, પહેલાની પ્રક્રિયા કરતા હાલની પ્રક્રિયા ખૂબ જ ઝડપી આધુનિક અને ડિજિટલ હોવાને કારણે તેમના સમયનો બચાવ થાય છે. 15 દિવસની અંદર જ બાંધકામની મંજૂરી મળી જાય છે. પોતાનો સ્વાનુભવ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમના બાંધકામ માટે અંદાજિત 600 ફૂટની જગ્યા હતી જેના માટે અંદાજિત 1200 ફૂટ જેટલા બાંધકામની મંજૂરી તેમને મળી ગઈ હતી.આ માટે તેમણે એક એન્જિનિયરના માધ્યમથી અરજી કરી હતી અને ખૂબ જ સરળતાથી તેમનું પ્લાન પાસ થયો હતો.

 જે માટે તેમણે રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, ઓફલાઈન પ્રક્રિયામાં જે રીતે રોજબરોજના ધક્કા ખાવા પડતા ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં જે સમયનો બગાડ થતો તેમાંથી તેમને મુક્તિ મળી છે.