હવે નહીં મળે હોન્ડાની આ ત્રણ કાર, કંપની પ્રોડક્શન કરવા જઈ રહી છે બંધ

હવે નહીં મળે હોન્ડાની આ ત્રણ કાર, કંપની પ્રોડક્શન કરવા જઈ રહી છે બંધ

હવે નહીં મળે હોન્ડાની આ ત્રણ કાર, કંપની પ્રોડક્શન કરવા જઈ રહી છે બંધ

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે હોન્ડા આવતા વર્ષે માર્ચ સુધીમાં ભારતીય બજારમાંથી Honda Jazz, Honda WR-V અને Honda City ફોર્થ જનરેશનને તબક્કાવાર બહાર કરશે. જો આવું થાય છે તો ભારતીય બજારમાં આ જાપાની કંપની હોન્ડા સિટી હાઇબ્રિડ, હોન્ડા સિટી ફિફ્થ જનરેશન અને એન્ટ્રી લેવલ સેડાન હોન્ડા અમેઝના માત્ર 3 મોડલ જ બચશે. ભારતીય કાર માર્કેટમાં થઈ રહેલા બદલાવને ધ્યાનમાં રાખીને કંપની આ પગલું ઉઠાવી રહી છે.

હોન્ડા તેની 100% માલિકીની પેટાકંપની Honda Cars India દ્વારા ભારતીય બજારમાં બિઝનેસ કરે છે. કંપનીએ અગાઉ ડિસેમ્બર 2020માં હોન્ડા સિવિક અને હોન્ડા CR-Vનું પ્રોડક્શન બંધ કરી દીધું હતું. કંપની ભારતીય બજારમાં મજબૂત હાજરી જાળવવામાં ચેલેન્જીસનો સામનો કરી રહી છે. આ કારણે હોન્ડા કાર્સ ઈન્ડિયાએ વર્ષ 2020માં ઉત્તર પ્રદેશના નોઈડામાં સ્થિત પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરી હતી.

તો સાથે આવી પણ માહિતી મળી રહી છે કે હોન્ડા કાર્સ ઈન્ડિયા આગામી સમયમાં ભારતીય બજારમાં એસયુવીને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કારણોસર હોન્ડા જાઝ, હોન્ડા ડબલ્યુઆર-વી અને હોન્ડા સિટી ફોર્થ જનરેશનના ત્રણ મોડલનું ઉત્પાદન બંધ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ અંગે કંપનીના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવતા તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીના પ્રવક્તાએ કહ્યું, "કંપની બજારની અટકળો પર ટિપ્પણી કરી શકે નહીં."

Honda Cars India એ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે તે આવતા વર્ષે ભારતમાં SUV લોન્ચ કરવાનો પ્લાન છે. ત્યારે કંપનીએ કહ્યું કે તે SUVને ડેવલપ કરવાની પ્રક્રિયામાં છે. કંપનીએ ડિસેમ્બર 2020માં નોઈડા પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ કંપનીએ રાજસ્થાનના ટપુકારા લોકેશન પ્લાન્ટમાં ઉત્પાદનને સ્પિડ અપાઈ હતી.

નોઈડા પ્લાન્ટ બંધ કરતી વખતે કંપનીએ કહ્યું હતું કે તે તેની વ્યવસાયિક કાર્યક્ષમતામાં સુધારો કરવા માંગે છે. એટલા માટે હોન્ડા કાર્સ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ કામગીરી સંબંધિત પ્રવૃત્તિઓને નવો સ્વાદ આપી રહી છે. તાજેતરના ભૂતકાળમાં ભારતીય કાર બજારમાં ઘણા ફેરફારો થયા છે. ભારતીય કાર ઉદ્યોગ જે હેચબેક અને સેડાન માટે પોપ્યુલર છે, છેલ્લા કેટલાક વર્ષોમાં એસયુવીની માંગમાં તેજી જોવા મળી છે. આ કારણોસર ભારતની સૌથી મોટી પેસેન્જર કાર કંપની મારુતિ સુઝુકીએ પણ નવી વ્યૂહરચના સાથે SUV સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન Kia, MG Motors જેવી નવી કંપનીઓએ માત્ર ભારતીય કાર બજારમાં જ પ્રવેશ કર્યો નથી, પરંતુ યોગ્ય બજાર હિસ્સો મેળવવામાં સફળ રહી છે. બીજી તરફ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી સ્થાનિક કાર કંપનીઓએ SUV સેગમેન્ટમાં વૃદ્ધિનો લાભ લઈને તેમનો હિસ્સો વધાર્યો છે. અન્ય કંપનીઓને આનો માર સહન કરવો પડ્યો છે. ખોટ કરતી કંપનીઓમાં હોન્ડા કાર્સ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય બજારમાં તેનો હિસ્સો ખૂબ જ ઘટ્યો છે. ફોર્ડ જેવી બાહ્ય કાર કંપનીએ તાજેતરમાં ભારતમાંથી તેનો બિઝનેસ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.