પેટીએમ સર્વિસ ડાઉન થવાથી યૂઝર્સ પરેશાન, ટ્રાન્ઝેક્શન અને લોગઇનમાં આવી મુશ્કેલી

પેટીએમ સર્વિસ ડાઉન થવાથી યૂઝર્સ પરેશાન, ટ્રાન્ઝેક્શન અને લોગઇનમાં આવી મુશ્કેલી

પેટીએમ સર્વિસ ડાઉન થવાથી યૂઝર્સ પરેશાન, ટ્રાન્ઝેક્શન અને લોગઇનમાં આવી મુશ્કેલી

આજે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી લઇને મોબાઇલ રિચાર્જ, મૂવી ટિકિટ બુકિંગ સહિતની અનેક સુવિધાઓ માટે યૂઝર્સમાં પેટીએમ સૌથી વધુ પ્રચલિત પ્લેટફોર્મ છે ત્યારે શુક્રવારે યૂઝર્સને પેટીએમ સેવાનો ઉપયોગ કરવામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે સવારે પેટીએમ સર્વિસ ડાઉન થઇ હતી. યૂઝર્સને પેટીએમથી ટ્રાન્ઝેક્શન કરવામાં મુશ્કેલી નડી હતી. અનેક લોકોએ ફરિયાદ કરી હતી કે પેટીએમ એપ અને વેબસાઇટ પર લોગઇન કરવામાં સમસ્યા આવી રહી છે અને પેમેન્ટ થઇ રહ્યું નથી. અનેક યૂઝર્સે એવી પણ ફરિયાદ કરી હતી કે તેઓનું પેટીએમ એકાઉન્ટ આપોઆપ લોગઆઉટ થઇ રહ્યું છે, જો કે યૂઝર્સની ચિંતા અને મુશ્કેલી બાદ હવે કંપનીએ આ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. યૂઝર્સ હવે તેના લોગઇન આઇડીથી સરળતાપૂર્વક ફરીથી પેટીએમ એક્સેસ કરી શકે છે.આઉટેજ ડિટેક્શન વેબસાઇટ ડાઉનડેક્ટરે પણ પુષ્ટિ કરીઆ પહેલા યૂઝર્સને સ્ક્રીન પર એરર મેસેજ જોવા મળી રહ્યો હતો. અનેક યૂઝર્સે ટ્વિટર પર તેને લઇને ફરિયાદ પણ કરી હતી. આઉટેજ ડિટેક્શન વેબસાઇટ ડાઉનડેક્ટરે પુષ્ટિ કરી કે દેશભરના પેટીએમ યૂઝર્સને સમસ્યાનો સામનો કરવાની નોબત આવી છે. દિલ્હી, મુંબઇ અને બેંગ્લુરુ જેવા મોટા શહેરોમાં પણ ખૂબ જ ઉપયોગમાં લેવાતી પેટીએમની સર્વિસ ડાઉન હતી. જેને કારણે હજારો યૂઝર્સ પરેશાન થયા હતા.એપમાં નેટવર્ક એરરથી હતી સમસ્યાયૂઝર્સની સોશિયલ મીડિયા પર અનેક ફરિયાદો બાદ પેટીએમે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે, એપમાં નેટવર્ક એરર છે. કંપનીએ કહ્યું કે, ટીમ તેને ઠીક કરવા માટે કામ કરી રહી છે.હવે પેટીએમ નેટવર્ક રિસ્ટોર થયુંપેટીએમ એપનું નેટવર્ક એરર હવે ઠીક થઇ ચૂકી છે. યૂઝર્સ હવે સર્વિસમાં લોગઇન કરી શકે છે અને ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે. પેટીએમના અન્ય ફીચર્સ પણ સામાન્યપણે ઉપયોગ કરી શકે છે.