વોટ્સએપે જૂનમાં ભારતમાં 22 લાખ એકાઉન્ટ્સ પર બેન લગાડ્યો

વોટ્સએપે જૂનમાં ભારતમાં 22 લાખ એકાઉન્ટ્સ પર બેન લગાડ્યો

વોટ્સએપે જૂનમાં ભારતમાં 22 લાખ એકાઉન્ટ્સ પર બેન લગાડ્યો

મેટાની માલિકી હેઠળના વોટ્સએપે નવા આઇટી નિયમો, 2021ના અનુપાલન હેઠળ જૂનના મહિનામાં ભારતમાં 22 લાખથી વધુ એકાઉન્ટ્સ પર બેન મૂક્યો હતો. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી હતી. મે મહિનામાં પણ કંપનીને દેશમાં 19 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. મેસજિંગ પ્લેટફોર્મને જૂનમાં દેશની અંદર 632 ફરિયાદો મળી હતી જેમાંથી 64 વિરુદ્વ કાર્યવાહી કરાઇ હતી.કંપનીના પ્રવક્તાએ શું કહ્યુંકંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, વોટ્સએપ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓની વચ્ચે દૂરુપયોગ રોકવા માટે ઇન્ડસ્ટ્રી લીડર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે અમારા પ્લેટફોર્મ પર પોતાના યૂઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનિક, ડેટા વિજ્ઞાનીઓ તેમજ વિશેષજ્ઞો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.કાયદાના ઉલ્લંઘન બદલ એકાઉન્ટ્સ વિરુદ્વ કાર્યવાહી કરાઇઆઇટી નિયમ, 2021ના નિયમ 4(1) (ડી) અનુસાર પ્રકાશિત, રિપોર્ટમાં ભારતમાં યૂઝર્સથી પ્રાપ્ત ફરિયાદોના જવાબમાં વોટ્સએપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હતી. ફરિયાદોને એક સિસ્ટમ દ્વારા પ્રાપ્ત કરાઇ હતી અને દેશના કાયદા અને સેવાની શરતોના ઉલ્લંઘન માટે તેના પર રોક અને ટ્રેસ માટે અનેક માધ્યમથી એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરાઇ હતી.ડિજીટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અનુપાલન રિપોર્ટનું પાલન કરવું પડે છેએકાઉન્ટ્સ એકશ્નડ એ રિપોર્ટને દર્શાવે છે, જ્યાં વોટ્સએપે રિપોર્ટના આધારે કાર્યવાહી કરી હોય. નવા આઇટી નિયમ 2021 હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતી મોટી ડિજીટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને માસિક અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવાનો રહે છે.