ગુજરાતમાં કડક દારૂબંધી કરવાં મુદ્દે ઝઘડીયા પ્રાંત અધીકારીને આવેદન પાઠવવામાં આવ્યું

ગુજરાતમાં કડક દારૂબંધી કરવાં મુદ્દે ઝઘડીયા પ્રાંત અધીકારીને આવેદન પાઠવવામાં આવ્યું

ગુજરાતમાં કડક દારૂબંધી કરવાં મુદ્દે ઝઘડીયા પ્રાંત અધીકારીને આવેદન પાઠવવામાં આવ્યું

દેશના નવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ને સંબોધીને ઝઘડીયા પ્રાંત કચેરી ખાતે સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતી સેના અને ભીલીસ્તાન ટાઇગર સેનાના તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું.ગુજરાતમાં ૧૯૬૦ થી દારૂ બંધી અમલમા છે પરંતુ ગુજરાતના ગામેગામ દારૂનું રેલમછેલ થઇ રહ્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છેજેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ૧૯૬૦ થી દારૂ બંધી અમલમા છે પરંતુ ગુજરાતના ગામેગામ દારૂનું રેલમછેલ થઇ રહ્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ગુજરાતમાં થતાં લઠ્ઠાકાંડથી કેટલીક મહિલાઓ વિધવા બને છે તેમજ કેટલાંક આદિવાસી યુવાનો ઝેરી દારૂ પીને મૃત્યુ પામે છે તેનો જવાબદાર કોણ ? સાથે ગુજરાતમાં મોટાપાયે દારૂના વેચાણ પાછળ તંત્રના અધિકારીઓની પણ ક્યાંકને ક્યાંક મીલીભગત હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાત રાજ્યમાં દારૂ બંધી કરો અથવા સંપૂર્ણપણે દારૂની છૂટછાટ આપી દેવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.