ભારતીય સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસીય નિવાસી તાલીમમાં જોડાવાની સુવર્ણ તકઃ

ભારતીય સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસીય નિવાસી તાલીમમાં જોડાવાની સુવર્ણ તકઃ

ભારતીય સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસીય નિવાસી તાલીમમાં જોડાવાની સુવર્ણ તકઃ

બારડોલી : ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ઘડવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ઉમેદાવારો માટે રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પુર્વ સંરક્ષણ નિવાસી તાલીમ યોજના અમલમાં છે. જેમાં તાલીમ માટે પસંદ થયેલા ઉમેદવારોને ૩૦ દિવસ માટે રહેવા, જમવાની સુવિધા સાથે લેખિત અને શારીરિક કસોટી અંગે પ્રશિક્ષણ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ નિયમોનુસાર સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. તાલીમમાં જોડાવા માટે વયમર્યાદા સાડા સત્તર(૧૭.૧/૨) વર્ષથી ૨૩ વર્ષ તથા શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ (ssc - ૪૫ ટકા), ૫૦ કિલો વજન, ૧૬૮ સે. મી. ઉચાઈ, છાતી ( ચેસ્ટ ) ફુલાવો ૭૭ થી ૮૨ સે.મી. લાયકાત ધરાવતા અપરિણિત પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે.      નિવાસી તાલીમમાં જોડાવા માટે ઉમદવારોએ તેમના અસલ પ્રમાણપત્રો જેવા કે, માર્કશીટ, સ્કુલ લિવિગ સર્ટી., જાતિનો દાખલો, આર્મી ભરતી રેલી માટે કરેલ ઓનલાઈન અરજીઓના આધાર પુરાવો, બે પાસપોર્ટ ફોટોગ્રાફ, આધાર કાર્ડ, બેન્કની પાસબુક સાથે તા.૩/૮/૨૦૨૨ સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સી - વિંગ, ૫મો માળ, બહુમાળી ભવન, સુરત ખાતે રૂબરૂમાં સંપર્ક સાધવા મદદનીશ નિયામક (રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.