ગ્રાહકોને ઝટકો! હવે આ બેંકની લોન પણ થઇ વધુ મોંઘી, બેંકે MCLRમાં કર્યો આટલો વધારો

ગ્રાહકોને ઝટકો! હવે આ બેંકની લોન પણ થઇ વધુ મોંઘી, બેંકે MCLRમાં કર્યો આટલો વધારો

                                             દેશમાં સતત વધતી મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ થોડાક સમય પહેલા માત્ર 1 મહિનાના ટૂંકા ગાળામાં જ રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો હતો. આ બાદ અનેક બેંકોએ પણ પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો હતો. હવે આ જ દિશામાં વધુ એક ખાનગી ક્ષેત્રની બેંક જોડાઇ ચૂકી છે. HDFC બેંકે પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંકે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે. 

                                            HDFC બેંકે તમામ મુદત માટે તેના MCLRમાં એકસાથે 0.20 ટકાનો વધારો કર્યો છે. આપને જણાવી દઇએ કે ગત મે મહિનાથી HDFCના વ્યાજદરોમાં 0.80 ટકાનો વધારો કરાયો છે જેને કારણે લોનના વ્યાજદરો પણ વધ્યા છે.હવે આટલો થયો MCLRબેંકે કરેલા વધારા બાદ હવે એક વર્ષના સમયગાળા માટે MCLR હવે 7.85 ટકાથી વધીને 8.05 ટકા રહેશે. વાસ્તવમાં, મોટા ભાગની કન્ઝ્યુમર લોન પણ તેને સંલગ્ન છે અને બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, એક દિવસના MCLR પર વ્યાજ હવે 7.70 ટકા થશે જે અગાઉ 7.50 ટકા હતું. જ્યારે ત્રણ વર્ષના MCLR પર હવે વ્યાજ 8.25 ટકા લાગૂ થશે.આ નિર્ણયથી ગ્રાહકને શું અસર થશેઅત્યારે જ્યારે HDFC બેંક દ્વારા MCLRમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે તેની સીધી અસર ગ્રાહકો પર પડશે. આ પગલાં પછી HDFCની હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થશે જેને કારણે હવે ગ્રાહકોએ દર મહિને ચૂકવાતા EMI માટે હવે વધુ રકમ આપવી પડશે.નોંધનીય છે કે, આગામી સમયમાં પણ મોંઘવારી જોવા મળશે તો આગામી મોનેટરી પોલિસી કમીટીની બેઠક દરમિયાન ભારતીય રિઝર્વ બેંક ફરીથી રેપો રેટમાં વધારો કરે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે.