પાટણના ગીતાબેન જાતે ટિફિન ડિલિવરી કરી 15 વર્ષથી પરિવારનું પાલન પોષણ કરે છે

પાટણના ગીતાબેન જાતે ટિફિન ડિલિવરી કરી 15 વર્ષથી પરિવારનું પાલન પોષણ કરે છે

                               પાટણના સાલવી વાડા વિસ્તારમાં ભાટીયા વાડમાં રહેતા 42 વર્ષના ગીતાબેન ભાટીયા જેમના પતિ હયાત હોવા છતાં પરિવારના ગુજરાન અને સંતાનોના ભવિષ્ય માટે કંઈ જ ન કરી રમતારામ માફક જિંદગી જીવતા અંતે તેમને જ ઘરની જવાબદારી ઉપાડી અન્ય કોઈ ધંધો વ્યવસાય થઈ શકે તેમ ન હોય તેમની રસોઈની જ કળાને હથિયાર બનાવી લોકોના ટિફિન બનાવી આપવાનું શરૂ કરી જાતે જ ડિલિવરી કરવા જવાનું શરૂ કર્યું. જોત જોતાંમાં શહેરના ફરીને લોકોના ઘર, ઓફિસ કે દુકાનો પર ટિફીનની જરૂર હોય ત્યાં એક્ટિવા પર ડિલિવરી કરી પુરુષ સમાન ઘરની સારી રીતે જવાબદારી પુરી કરી રહ્યા છે.

                                જેમના સાહસ સંઘર્ષ અને સંતાનો પ્રત્યે રહેલ માતુત્વ પ્રેમ આજે સમગ્ર શહેરમાં સરાહનીય બન્યો હોય લોકોમાં તેમના પ્રત્યે ગર્વની લાગણી જોવા મળી રહી છે. 80 ટકા આવક બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે ગીતાબેને જણાવ્યું હતું કે મારા પતિ કમાતા ન હોય મારી જેમ મારા સંતાનોની જિંદગી ન બગડે માટે મેં તેમના માટે કમાવવાનું નક્કી કર્યું.અને હાલમાં રોજના 50 જેટલા ટિફિન 60 રૂ. ના દરે લોકોને ભોજન ટીફીનમાં પેકિંગ કરીને આપવા જાવું છું.15 વર્ષથી સતત આ રીતે સંતાનો અને પરિવાર માટે મહેનત કરું છું. મારા સંતાનોનું ભવિષ્ય સારું બને એજ એકમાત્ર મારું સ્વપ્નું છે.એટલે ભોજન અને રસોઈ માટે રાખેલ એક મહિલા સહિતનો ખર્ચે કાઢતા વધેલ રકમમાંથી પોતાના પરિવાર કે અન્ય વસ્તુઓમાં વાપરવાના બદલે 80 ટકા રકમ ફક્ત દીકરી અને દીકરાના શિક્ષણ ખર્ચ માટે જ વાપરું છું.હાલમાં વધતા મોંઘવારી અને શિક્ષણ ખર્ચેન પહોંચી વળવું સામાન્ય પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે.તેવી સ્થિતિમાં ગીતાબેન સતત મહેનત કરી રળતા આવક માંથી બાળકોની ભવિષ્ય ઉજ્જવળ બને માટે દીકરા ને હાલમાં સાણંદ ખાતે BSC બાયોલોજી માં અભ્યાસ કરાવી રહ્યા છે.તો દીકરી પાટણમાં 11 સાયન્સમાં અભ્યાસ કરાવી રહ્યા છે.જેમની મોટી રકમની ફી ભરવા હમેશા તેઓ ચિંતામાં જ રહેતા હોય અન્ય કોઈપણ ખર્ચ કરતા નથી.