તમારા કામનું / તમને પણ આધાર કાર્ડ પરની તસવીર નથી પસંદ તો આવી રીતે કરો ચેન્જ, આ છે સરળ રીત

તમારા કામનું / તમને પણ આધાર કાર્ડ પરની તસવીર નથી પસંદ તો આવી રીતે કરો ચેન્જ, આ છે સરળ રીત

તમારા કામનું / તમને પણ આધાર કાર્ડ પરની તસવીર નથી પસંદ તો આવી રીતે કરો ચેન્જ, આ છે સરળ રીત

આધાર કાર્ડ દેશભરમાં ખૂબ જ જરૂરી અને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ (Aadhaar Card) ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. તમે લગભગ દરેક મહત્વપૂર્ણ કામ માટે તેનો ઉપયોગ કરી શકો છો. આધાર સાથે તમે સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. આધાર વિના બાળકના શાળામાં પ્રવેશથી લઈને નોકરી મેળવવા સુધીની સમસ્યા આવે છે. આધાર કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, એડ્રેસ અને આધાર નંબર જેવી ડિટેલ્સ હોય છે. આધાર કાર્ડ પર તમારો બાયોમેટ્રિક ડેટા પણ ઉપલબ્ધ છે.આધાર પર લાગેલી તસવીર તમને નથી પસંદઆધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI (Unique Identification Authority of India) એ સમયાંતરે આધાર કાર્ડનો ઉપયોગ કરતા લોકોને મોબાઈલ નંબર સહિતની તમામ માહિતી અપડેટ કરવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં જો તમને આધાર પરની તસવીર પસંદ નથી, તો તમે તેને બદલી પણ શકો છો. ઘણા લોકોને તેમના આધાર કાર્ડમાંની તસવીર પસંદ નથી. આવી સ્થિતિમાં તમે તમારા આધાર કાર્ડમાં તમારી તસવીર જાતે બદલી અથવા અપડેટ કરી શકો છો. આધાર કાર્ડમાં તસવીર બદલવાની કોઈ ઓનલાઈન પ્રક્રિયા નથી, તેથી તમે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.આવી રીતે બદલો તસવીર

 

સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ uidai.gov.in પર લોગ ઈન કરવાનું રહેશે અને આધાર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે

આ આધાર એનરોલમેન્ટ ફોર્મને ભરી તેને નજીકના આધાર નોંધણી કેન્દ્ર પર જમા કરી દો

આધાર નોંધણી કેન્દ્ર પર કર્મચારી તમારી Biometric Details લેશે

આધાર નોંધણી કેન્દ્રનો કર્મચારી તમારી તસવીર લેશે

હવે આધાર નોંધણી કેન્દ્રનો કર્મચારી ચાર્જ તરીકે 25 રૂપિયા અને GST લઈ નવી તસવીર અપડેટ કરશે

આધાર નોંધણી કેન્દ્ર પરથી તમને URN નંબર સાથે એક સ્લિપ મળશે

તમે આ URN નો ઉપયોગ કરી ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડની તસવીર બદલાઈ છે કે નહીં

કાર્ડમાં તસવીર અપડેટ થયા પછી, નવી તસવીર સાથે એક અપડેટેડ આધાર કાર્ડ ડાઉનલોડ કરી લો