અગત્યનું / તમારી પાસે નથી પેન કાર્ડ તો અટકી જશે જરૂરી કામ! આ રીતે E-Pan Card માટે કરો એપ્લાઈ

અગત્યનું / તમારી પાસે નથી પેન કાર્ડ તો અટકી જશે જરૂરી કામ! આ રીતે E-Pan Card માટે કરો એપ્લાઈ

અગત્યનું / તમારી પાસે નથી પેન કાર્ડ તો અટકી જશે જરૂરી કામ! આ રીતે E-Pan Card માટે કરો એપ્લાઈ

પરમાનેન્ટ એકાઉન્ટ નંબર (Permanent Account Number) એટલે કે પેન કાર્ડ (PAN Card) એક સૌથી મહત્વપૂર્ણ નાણાકીય ડોક્યૂમેન્ટમાંનું એક બની ગયું છે. ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) દાખલ કરવા, પ્રોપર્ટી ખરીદવી, બેંક એકાઉન્ટની વિગતો ખોલવી (Bank Account Details) વગેરે તમામ કામો માટે આધાર કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં તમામ લોકો પાસે પેન કાર્ડ હોવું આવશ્યક છે, પરંતુ કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી ઘણા લોકો 18 વર્ષની વય વટાવીને પણ પેન કાર્ડ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ લોકોને ઈ-પાન કાર્ડ ઓનલાઈન (E-Pan Card Apply) કરાવવાની સુવિધા આપે છે.આજકાલ ઈ-પેન કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે. અમે તમને એવી બાબતો વિશે જણાવીએ છીએ જેને પતાવવામાં પાન કાર્ડ વગર પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. અમે તમને ઈ-પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ-પેન કાર્ડ વિના આ કામોને પતાવવામાં આવી શકે છે મુશ્કેલી

 

2.5 લાખથી વધુ ટ્રાન્જેક્શન માટે તમને પેન કાર્ડની જરૂર પડશે

બિઝનેસમાં 5 લાખથી વધુના ટર્ન ઓવર પર પેન કાર્ડની જરૂર પડે છે

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Mutual Fund Investment), ફોરેન કરન્સી એક્સચેન્જ (Foreign Currency Exchange) વગેરે તમામ કામો માટે પેનની જરૂર પડે છે

શેર માર્કેટ, બોન્ડમાં રોકાણ કરવા માટે પેનની જરૂર પડે છે

1 લાખ રૂપિયાથી વધુના શેર માટે પેનની જરૂર પડે છે

2 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા પર તમને પેનની જરૂર પડશે

10 લાખ રૂપિયાથી વધુ સંપત્તી વેચવા પર પેન કાર્ડની જરૂર પડે છે

50 હજાર રૂપિયાથી વધુની વીમા પોલિસી પર પેન કાર્ડની જરૂર પડે છે

વાહન જેમ કે કાર, બાઈક ખરીદવા અને વેચવા પરપેન કાર્ડની જરૂર પડે છે

 

ઈ- પેન માટે એપ્લાઈ કરવાની રીત

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર ક્લિક કરો

તેના પછી Instant PAN through Aadhaar પર ક્લિક કરો

Get New PAN ઓપ્શન પર ક્લિક કરો

તેના પછી તમારી સામે એક પેજ ઓપન થશે, જેમા આધાર ડિટેલ્સને ફિલ કરો

તેના પછી Captcha Code દાખલ કરો

તેના પછી OTP એન્ટર કરો

તેના પછી આધારની ડિટેલ્સને વેલિડિટી કરો

આગળ ઈ-ઈમેલ આઈડી દાખલ કરો. તેના પછી આધારનો e-KYC ડેટા ઈ-પેનમાં ટ્રાન્સફર કરી દો

તેના પછી 10 મિનિટ બાદ તમને ઈ-પેન મળી જશે

તેનું PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરો. તેને ડાઉનલોડ કરવા માટે આધાર નંબર પાસવર્ડમાં દાખલ કરી પેન કાર્ડ ડાઉનલોડ કરો